કાલાવડ પંથકમાંથી ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુ સાથે બેની ધરપકડ.

0
435

કાલાવડ પંથકમાંથી ટ્રકમાં કતલખાને લઈ જવાતા પશુ સાથે બેની ધરપકડ.

જામનગર: કાલવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા, એ ફરીયાદ નોંધાવી છે કે, તા.23-6-21ના લક્ષ્મીપુર ગોલણીયા ચોકડી રોડ ઉપર આ કામના આરોપી ડ્રાઈવર અરવિંદભાઈ ઉર્ફે કાળુ દેવશીભાઈ મકવાણા તથા કલીનર સુનિલભાઈ ઉર્ફે ભાણો મુકેશભાઈ વાઘેલા રે. જેતપુર વાળાએ પાસ પરમીટ કે સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર વગર પોતાના કબ્જા ભોગવટાની આઈસર ટ્રક નં. જી.જે.14-એકસ-8648, કિંમત રૂ.4,00,000/- ના પાછળના ઠાઠાના ભાગે આઠ(08) ગાયો, કિંમત રૂ.2,00,000/- ને ક્રુરતા પૂર્વક ટુંકા દોરડાથી ગળુ ટુપાય તે રીતે દયનીય હાલતમાં બાંધી તમામ ગાયો અપુરતી જગ્યાના કારણે હલન ચલન ન કરી શકે તે રીતે રાખી આઈસર ટ્રકના ઠાઠાના તળીયાના ભાગે રેતી માટી કે અન્ય કોઈ પદાર્થ ન પાથરી તમામ ગાયોને ઘાસચારા કે પાણી મળી રહે તેવી કોઈ વ્યવસ્થા ન રાખી તમામ ગાયો ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાને લઈ જતા મોબાઈલ નંગ-3 કિંમત રૂ.8,500/- મળી કુલ મુદામાલ કિંમત રૂ.6,8500/- સાથે ઝડપાઈ ગયેલ છે.