જામનગર નદીપામાં ક્રિકેટનો સટ્ટો રમતા બે ઝડપાયા: ચાંદી બજારના કુખ્યાત તુષાર ઉર્ફે રૂપેશ વાણીયાનું નામ ખૂલ્યું

0
2983

જામનગરના નદીપા વિસ્તારમાંથી ક્રિકેટનો સટ્ટો રમતા બે ઝડપાયા, કપાત કરનારનું નામ ખુલ્યુ

  • સીટી – એ “D”સ્ટાફના PSI ભગીરથસિંહ વાળા તથા સ્ટાફના રવિરાજર્સિહ જાડેજા, વિક્રમસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ જાડેજાની માહિતી
  • કપાત લેતો ચાંદી બજારનો કુખ્યાત તુષાર ઉર્ફે રૂપેશ વાણીયાને ફરારી જાહેર

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૨ માર્ચ ૨૩ જામનગરમાં નદીપા વિસ્તારમાંથી એક વેપારી સહિત બે શખ્સોને જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમવા અંગે પોલીસે પકડી પડ્યા છે, જ્યારે તેઓની સાથે ક્રિકેટના સોદાની કપાત કરનાર અન્ય એક આરોપીને ફરારી જાહેર કરાયો છે. જામનગર ના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતની મળી હતી કે જામનગરના નદીપા વિસ્તારમાં બે શખ્સો જાહેરમાં ઊભા રહીને મોબાઈલ ફોન ની એપ્લિકેશન મારફતે પાકિસ્તાનમાં રમાઈ રહેલી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા છે, તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, અને જસ્મીન હેમતલાલ સીમરીયા નામના એક વેપારી ઉપરાંત લુહારી કામ કરતા રમેશ મગનલાલ મકવાણાને ઝડપી લીધા હતા, અને તેઓ પાસેથી બે મોબાઈલ ફોન, ઉપરાંત ક્રિકેટના સટ્ટા ને લગતું સાહિત્ય વગેરે મળી રૂપિયા 21,400 ની માલમતા કબજે કરી હતી.

પોલીસની પૂછપરચ દરમિયાન તેઓ જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતા તુષાર ઉર્ફે રૂપેશ વાણીયા પાસે ક્રિકેટના સોદાની કપાત કરતા હોવાથી તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.