જામનગરના ઓશવાળ સોસાયટીમાં મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર બે આરોપી પુરાણા પાંજરે : LCB – City-C ની સયુંક્ત કામગીરી.

0
1334

જામનગરમાં સરાજાહેર મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ આરોપીને પુરાણા પાંજરે.

LCB -સીટી-C ની સયુંક્ત કામગીરી.

બે દિવસ પહેલા પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો. સ્ટાફના દિલીપ તલાવડીયા અને યુવરાજસિંહ ઝાલાને મળેલ સંયુક્ત બાતમીના આધારે ચીલઝડપ કરનાર સમર્પણ હોસ્પિટલ સર્કલ પાસેથી પસાર થવાના છે તેવી હકીકતને આધારે હિરેન ધનજીભાઈ રાઠોડ રહૈ. સરમત અને લકી લોરેન્સ ડિસોઝા રહે. વેલનાથ સોસાયટી હાપાવાળાને પકડી ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કબજે કરી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે

જામનગરના ઓશવાળ- 3 વિસ્તારમાં રહેતા શાંતાબેન હરિભાઇ પાંભર નામના 68 વર્ષીય વૃદ્ધ મહિલા ગઈકાલે પોતાના ઘર પાસેના મુખ્ય રોડ પરથી પગપાળા ચાલીને જઇ રહયા હતા.જે દરમિયાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર બેસીને ડબલ સવારીમાં બે અજ્ઞાત શખ્સો આવ્યા હતા, તેઓએ પોતાના મોઢા પર રૂમાલ બાંધ્યા હતા.

જે બન્ને એ શાંતાબેનના ગળામાંથી અડધા લાખની કિંમતના સોનાના ચેઇન ની ચીલઝડપ કરી ભાગી છૂટયા. આ વેળાએ ત્યાંથી કોઈ પસાર થતું ન હતું, જેથી શાંતાબેને બુમાબુમ કરી હોવા છતા બન્ને ગઠિયાઓ ભાગી છૂટવામાં સફળ થયા હતા.

જે બનાવ અંગે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ બન્ને ગઠિયાઓ નાસી છૂટવામાં સફળ થઇ ગયા હતા. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરાની મદદથી બન્ને શખ્સોને શોધવા માટે મથામણ કરવામાં આવી રહી છે.

તેવામાં LCB અને સીટી-C ની સયુક્ત કામગીરીથી ચીલઝડપનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ થતા મોટી સફળતા મળી છે પોલીસે બંને આરોપીની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે