ગુજરાતના શિક્ષણ વિભાગમાં બદલીનો ઘાણવો: 168 અધિકારીઓની બદલી: જામનગરના 5 નો સમાવેશ

0
1120

ગુજરાતના શિક્ષણ વિભાગમાં બદલીનો ઘાણવો: 168 અધિકારીઓની બદલી: જામનગર ના પાંચનો સમાવેશ..નવાનગર સ્કૂલના આચાર્ય ફાલ્ગુનીબેન પટેલ બન્યા શાસનાધિકારી.

દેશ દેવી ન્યુઝ જામનગર 25: રાજ્ય સરકારની શાળાઓ માટેની કમિશનર કચેરી દ્વારા શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કક્ષાના આ અધિકારીઓની બદલીના હુકમ નાયબ શિક્ષક નિયાક (મહેકમ) શ્રી વી.આર. ગોસાઇની સહીથી પ્રસિઘ્ધ કરવામાં આવ્યા છે.

રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીના શિક્ષણ નિરીક્ષક વિપુલ મહેતાને સરકારી મોડેલ સ્કુલ જસદણમાં આચાર્ય પદે, સપના પરમારને બાઇસાહેબા હાઇસ્કુલમાં આચાર્ય પદે, ગોંડલ મોંઘીબા સ્કુલના આચાર્યા હેમલબેન આનંદપરાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલવામાં આવ્યા છે.જૂનાગઢના શિક્ષણ નિરીક્ષક રણવીરસિંહ પરમારને કેશોદની સર એલ.કે.હાઇસ્કુલના આચાર્ય બનાવાયા છે. વેરાવળની એમ.પી.ક્ધયા શાળાના આચાર્ય નિલેષગીરી અપારનાથીની સોમનાથમાં શિક્ષણ નિરીક્ષક તરીકે અને રાજકોટના મધ્યાહન ભોજનના નાયબ શિક્ષણાધિકારી મુકેશ ધંધુકિયાની રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી થઇ છે. શ્રી ધંધુકિયાના સ્થાને રાજકોટના શ્રીમતી રીના કાનાણી મુકાયા છે.રાજકોટના શિક્ષણ નિરીક્ષક ઉષાબેન વાઘેલાને ગોંડલ મોંઘીબા શાળામાં આચાર્ય, પડધરી સરકારી શાળાના આચાર્ય નમ્રતા મહેતાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં, જસદણ સરકારી મોડેલ શાળાના આચાર્ય હિતેષ સોમૈયાને રાજકોટ ડી.ઇ.ઓ. કચેરીમાં, જામનગર ડી.ઇ.ઓ. કચેરીના બીનાબેન દવેને ત્યાંની ડી.ઇ.ઓ. કચેરીમાં, રાજકોટની બાઇસાહેબા હાઇસ્કુલના આચાર્ય બીનાબેન જોબનપુત્રાને ડી.ઇ.ઓ. કચેરીમાં મુકાયા છે.

જામનગરની સજુબા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય મધુબેન કેશવલાલ ભટ્ટની જામનગર જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે શિક્ષણ નિરીક્ષક તરીકે બદલી કરવામાં આવી છે.

જામનગર જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક બીના નીખીલકુમાર દવેની સજુબા ગર્લ્સ હાઈસ્કુલના આચાર્ય તરીકે બદલી, ચંદ્રેશકુમાર મણિશંકરભાઈ મહેતા જામનગર સાશનઅધિકારી કચેરીના શાસનાધિકારીની શિક્ષણ નિરીક્ષક જામનગર, નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જીલ્લા પંચાયત કચેરીના પ્રફુલકુમાર નાનાલાલા પાલાની વિભાજી હાઈસ્કુલના આચાર્ય તરીકે, સરકારી હાઈસ્કુલ નવાનગરના આચાર્ય ફાલ્ગુની પટેલની સાશનાધિકારી જામનગરમાં બદલી કરવામાં આવી છે.