ધૂળેટીના દિવસે જ ભાણવડમાં સર્જાઇ કરૂણાંતિકા: ત્રિવેણી સંગમમાં ન્હાવા ગયેલા 5 તરૂણોના મોતથી અરેરાટી

0
1758

ધૂળેટીના દિવસે જ ભાણવડમાં સર્જાઇ કરૂણાંતિકા: ત્રિવેણી સંગમમાં ન્હાવા ગયેલા 5 તરૂણોના મોત

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯. ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરીને 6 તરૂણો પાણીમાં ન્હાવા પડયા હતા. આ દરમિયાન તેઓ ડુબવા લાગ્યા હતા અને બચાવો… બચાવો…ની બુમો પાડવા લાગતા આજુબાજુમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી.

આ દરમિયાન તાબડતોબ ફાયરબ્રિગેડ અને તરવૈયાની ટીમો દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ માત્ર એક તરૂણનો બચાવ થયો હતો. જ્યારે પાંચ તરૂણોના ડુબી થવાથી મોત થયા હતા.ભાણવડમાં એક સાથે 5 તરૂણોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે અને ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

મૃતકોના નામ 

1.જીતભાઇ ભરતભાઇ કવા (લુહાર, ઉ.વ.16, રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ),

2. હેમાંશુભાઇ ભરતભાઇ રાઠોડ (સથવારા, ઉ.વ.17, રહે. ખરાવાડ, ભાણવડ), 

3. ભૂપેનભાઇ મુકેશભાઇ બગડા (ઉ.વ.16, અનુજાતિ રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ), 

4. ધવલભાઇ ભાણજીભાઇ ચંડેગરા (પ્રજાપતિ, રહે. શિવનગર, ભાણવડ)

5. હિતાર્થ અશ્વિનગીરી ગોસ્વામી (બાવાજી, ઉ.વ. 16, રહે. શિવનગર, ભાણવડ)

ના મોત થતા ભાણવડમાં અરેરાટી વ્યાપી ગઇ છે.