શહેરી ગરીબ મેયરની ઓફિસ સામે કોંગ્રેસના આજે ધરણા : મેયર બન્યા સુપર મેયર.!

0
913

જામનગર : ગરીબ મેયરની ઓફિસ સામે કોંગ્રેસના આજે ધરણાઃ મેયર બન્યા સુપર મેયર.! રાતોરાત ફેમસ

  • જામનગર મેયર નું સત્યમ કોલોની LIG-2 આવાસ માં મકાન હોવાના અહેવાલ પ્રસિદ્ધ થતાં ની સાથે રાજકારણમાં હોબાળો મચી ગયો છે કોંગ્રેસે મેયર ની ઓફિસ ની સામે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે.
  • જામનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું કે મેયરે જે રીતે ગરીબ બનીને ફ્લેટ મેળવ્યો છે.! તેમા તેમને તેના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ વધુમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ જણાવ્યું કે આ રીતે અને કોર્પોરેટરે ફેલેટ મેળવી લીધા છે તેની તટસ્થ તપાસ થવી જોઇએ.
  • શહેર પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું કે ગરીબ લોકોને ઘરનું મકાન મળતું નથી તેમાં લાગવકીયા ફ્લેટ લઈને બેસી જાય છે તે ખુબ જ ગંભીર બાબત છે.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧ જૂન ૨૧ આજે મેયર ઓફિસ સામે ધરણાનો કાર્યક્રમ આપવાના છીએ અને મેયરને બરતરફ કરવાની માંગ કરવાના છીએ છતાં ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દ્વાર ખખડાવી શું. જામનગરના શહેરી ગરીબ મેયરની મુશ્કેલી વધી છે.! સરકાર નું સપનું કે ગરીબી રેખા હેઠળ રહેતા પરિવારજનો ઘરનું ઘર વંચિત ન રહી જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવે છે. તેમાં ખાસ કરી ઘર વિહોણા અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત દરે મકાન મળી રહે તેના માટે મુખ્યમંત્રી આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થાય છે.

પરંતુ સારા એવા પોશ વિસ્તારમાં બનતા આવાસ યોજનામાં લાગવકીયા અને પહોંચતા પામતા લોકોને જ ડ્રો માં મકાન લાગતા હોય તેવું ચર્યાય છે. જેના કારણે જરૂરિયાત મંદોને મકાન મળતાં નથી. આવો જ કિસ્સો જામનગરના પ્રથમ નાગરિક એવા મેયરનો છે. જેને સત્યમ કોલોની આવાસમાં ફ્લેટ લઈને ૬  વર્ષથી તાળુ મારીને બેઠા છે.!

આવો જ કિસ્સો સત્યમ કોલોની આવાસ યોજનાનો છે જેમાં જે તે સમયના કોર્પોરેટર અને હાલના મેયર બીનાબેન કોઠારી શહેરી ગરીબ બનીને ડ્રોમાં નસીબદાર થઈ ફ્લેટ મેળવ્યો હતો. પરંતુ ફ્લેટમાં રહેવાના બદલે તેમણે ર૦૧૬ થી તાળું મારીને રાખ્યું છે. પોતે પંચવટીમાં વસવાટ કરે છે.આ સમગ્ર મામલા નો પર્દાફાશ થતાં જામનગર મહાનગરપાલિકા અને શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે.આ મામલાની ગંભીરતાને લઇ કોંગ્રેસે તાત્કાલિક મંગળવારે સવારે મેયર ની ઓફિસ ની સામે  ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

મેયરે જરૂરિયાત મંદ અને ઘરવિહોણાં લોકોના હક પર તરાપ મારી અન્યાયી રીતે ફલેટ મેળવ્યો છે. વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ જણાવ્યું કે જો મેયર જેવી વ્યક્તિ એ ફ્લેટ મેળવી શકતી હોય તો કેટલા કોર્પોરેટરોએ ફ્લેટ લીધા છે તેની તપાસ થવી જોઇએ.હાલ તો શહેરી ગરીબ મેયરનો મામલો આખો દિવસ રાજકીય અને શહેરીમાં ચર્ચામાં રહ્યો છે.!