જામનગરમાં PM મોદીની સભામાં બેદરકારી દાખવનાર DCP ને નોટિસ અપાતાં ભારે ચકચાર

0
7944

જામનગરમાં વડાપ્રધાનના પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ સમયે બેદરકારી દાખવનાર સુરતના ડીસીપી ને નોટિસ અપાતાં ભારે ચકચાર

દેશ દેવી ન્યૂઝજામનગર તા ૩ મે ૨૪, જામનગરમાં ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાઇ હતી, જે અંતર્ગત ૧ તારીખે જામનગરના એરપોર્ટથી ખોડિયાર કોલોની માર્ગે રિહર્ષલ કરવામાં આવ્યું હતું, ત્યારે તે રિહર્ષલ દરમિયાનની ફરજમાં બેદરકારી સામે આવી હતી, અને તે વિભાગના ઇન્ચાર્જ સુરતના ડીસીપીને નોટિસ પાઠવવામાં આવતાં પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.

જામનગરમાં સુપર વિઝનની જવાબદારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમ ને સોંપવામાં આવી હતી, અને ૧ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અંતર્ગત રિહર્ષલ કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ અને એરપોર્ટથી સંતોષી માતા ના મંદિર સુધીના રોડ પર બંદોબસ્ત ના સુપરવાઇઝર ની જવાબદારી સુરતના ડીસીબી ને સોંપાઇ હતી, તે અંતર્ગત ૧ મેં ના દિવસે તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવતાં રિહર્ષલ સમયે તૈયારીઓ યોગ્ય ન હતી, તેમજ સમગ્ર તૈયારી નું સુપરવિઝન પણ યોગ્ય રીતે થયું ન હતું.જાહેર પોઈન્ટ પર અમુક જગ્યાએ બેરીકેટ પણ લગાવાયેલા ન હતા. અને ડીપ પોઇન્ટ પણ યોગ્ય રીતે લગાવવામાં આવ્યા ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

પોલીસ સ્ટાફ ના કર્મચારીઓને બેરીકેટીંગ બહાર ઉભા રાખવામાં આવ્યા હતા, જયારે નિયમ એવો છે કે ૭૦ ટકા સ્ટાફ બેરીકેટની અંદર અને ૩૦ ટકા સ્ટાફ બહાર રાખવો જોઈએ, પરંતુ અધિકારી દ્વારા તે પ્રકારે નું સુપરવિઝન કરાયું ન હતું. જેથી રાજકોટ રેન્જ ના આઈ.જી. અશોકકુમાર યાદવ દ્વારા સંબંધિત પોલીસ અધિકારી સુરતના ડીસીપી રાજદિપસિંહ નકુમ ને નોટિસ પાઠવી છે. જેને લઈને પોલીસ બેડામાં ચર્ચા જાગી છે.