જામનગરના એક યુવાન પાસેથી માસિક રૂપિયા ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર પેટ્રોલ પંપ ના સંચાલક સામે ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, નવેમ્બર ૨૩ જામનગરના એક યુવાન પાસેથી ૧૫ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલ કરનાર કોરા ચેકમાં સહી કરાવી લેનાર પેટ્રોલ પંપ ના સંચાલક અને સ્વામિનારાયન સોસાયટી શેરી નં ૦૬ માં રહેતા મહેશભાઇ મુળજીભાઇ ભુસા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી યુવાન પાસેથી ત્રણ લાખ રૂપિયાના વ્યાજ અને પેનલ્ટી સહિતના ૧૬.૬૫ લાખ રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી વધુ નાણા પડાવવા કોરા કાગળમાં સહી કરાવી લીધી છેજામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતા એક યુવાન પાસેથી ત્રણલાખ નું માસિક ૧૫ ટકા લેખે વ્યાજ વસુવાના ભાગરૂપે ૧૬.૬૫ લાખની રકમ પડાવી લીધા પછી પણ વધુ નાણા પડાવવા માટે કોરા ચેકમાં સહી કરાવી આપતાં યુવાનના પત્ની દ્વારા પોલીસ ફરિયાદ કરાઇ છેઆ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતી લલીતાબેન જશાલાલ નામની મહિલાએ આરોપી પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ મુળજીભાઇ ભુસા સામે પોતાના પતિને ગેરકાયદે ગોંધી રાખી મોટી રકમ પડાવી લેવા અંગે તેમજ વધુ પૈસા કઢાવવા કોરા ચેકમાં પણ સહી કરાવી લીધી હતી.જે બનાવ અંગે નાની ખાવડી ગામે પેટ્રોલ પંપ ધરાવતા માણસ મૂળજીભાઈ સામે સામે ફરિયાદ નોંધાવી છેપોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર લલિતાબેનના પતિ જસાભાઈ પોતાની જરૂરિયાત માટે દોઢ વર્ષ પહેલા આરોપી પાસે માસિક ૧૫ટકા ટકા લેખે વ્યાજ ની ગણતરી સાથે ત્રણ લાખ રૂપિયા મેળવ્યા હતા જે મૂળ રકમ તેમજ તેના પર વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ તથા પેનલ્ટી સહિત વસુલ કુલ ૧૬,૬૫,૦૦૦ જેટલી રકમ ચૂકવી દીધી હતી’ તેમ છતાં વધુ રકમ પડાવા માટે પેટ્રોલ પંપ ના સંચાલક મહેશભાઈએ ટેલીફોન કરીને જસાભાઈ ને ધાક ધમકી આપી હતી .એટલુંજ માત્ર નહીં પેટ્રોલ પંપ સંચાલકે જેસાભાઈ પાસેથી કોરા ચેકમાં સહી કરાવી લીધી છે.જેથી જશાભાઇ ના પત્ની લલીતાબેન સામે આવ્યા હતા, અને મામલો સિક્કા પોલીસ મથકમાં લઈ જવાયો છે. પોલીસે લલિતાબેન ની ફરિયાદના આધારે PSI અજયર્સિહ સરવૈયાએ પેટ્રોલ પંપ સંચાલક મહેશભાઈ સામે IPC કલમ-૫૦૬(૨), ૫૦૭ તથા ધ ગુજરાત મનીલેન્ડર્સ એકટ-૨૦૧૧ની કલમ-૫ (૧), ૩૩, ૪૦, ૪૨ (ક) મુજબ મની લોન્ડરીંગ એક્ટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની શોધખોળ શરૂ કરી છે.