જામનગર મહાનગરપાલિકાની એસ્ટા શાખામાંથી મહિલાની બદલી થઈ અને મામલો પડ્યો મેદાને.!

0
1008

જામનગર મહાનગરપાલિકાની એસ્ટા શાખામાંથી મહિલાની બદલી થઈ અને મામલો પડ્યો મેદાને.!

જામનગર મહાનગરપાલિકા વર્ષોથી એક જ જગ્યાએ ચીટકી રહેલા નવ કર્મચારીની બદલીથી અધિકારીઓ માં અંદરો અંદર જામી પડી.!

પગાર અને પેન્શન શાખામાં ફરજ બજાવતી મહિલાની બદલીથી નારાજ થયેલા અધિકારીએ ફાઇલો પર સહી કરવાની તેમજ શાખા સંભાળવાની “ના” પાડી દેતા જામનગર મહાનગરપાલિકામાં સારી એવી ચર્ચા જાગી છે.!

મનપામાં ઉપરી અધિકારી નીચે વર્ષોથી કામ કરતા કર્મચારીની અધિકારી પ્રત્યે એટલી બધી લાગણી બંધાય જાય છે કે અધિકારી નીચલા કર્મચારીને મુકવા માટે તૈયાર જ થતા નથી.! જ્યારે આવા કર્મચારીઓની બદલીઓ થાય છે ત્યારે નવો વિવાદ ઉભો થાય છે.

આવો જ એક વિવાદ હમણાં ઉભો થયો છે જેમાં જામનગર મહાનગરપાલિકાના નવ કર્મચારીઓની બદલીઓ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે સામાન્ય રીતે આવા ઓર્ડર રૂટિંગ પ્રક્રિયા મુજબ થતા હોય છે તેમાં કોઇ ઝાઝો ફરક પડતો નથી.

પરંતુ નવ કર્મચારીની બદલીમાં પગાર અને પેન્શન શાખા એટલે કે એસ્ટામાં નોકરી કરતા રાજેશ્રીબેન એસ વારીયાની બદલીથી તેમના ઉપરી અધિકારી ચીફ એકાઉન્ટન્ટ અને પગાર પેન્શન નો પોર્ટફોલિયો સંભાળતા જીગ્નેશ નિર્મળ ભારે નારાજ થઈ ગયા છે..!

જેના કારણે તેમણે પગાર અને પેન્શન વિભાગ સાંભળવાની  “ના”  પાડી દીધી અને ફાઇલોમાં સહી કરવાની બંધ કરી દીધી જેથી જામનગર મહાનગરપાલિકામાં ભારે હોબાળો મચી ગયો છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જીગ્નેશ દ્વારા મહિલા કર્મચારીને છૂટા પણ કરવામાં આવતા “ન” હતા પરંતુ અધિકારી દ્વારા લેખિત ઓડર થતાં છુટા કરવા પડ્યા હતા જે બાબતે અધિકારીઓ વચ્ચે પણ સારી એવી બોલાચાલી થઇ હતી જે મનપા ભારે ચર્ચાનો મુદ્દો બન્યો હતો.!

બધા..ય  કામમાં માહિર કર્મચારીઓની બદલીથી અન્ય શાખાના કર્મચારીઓ પણ નારાજ થયા છે.

નિર્મલ જીગ્નેશે પોતાની હૈયાવરાળ ઠલાવતા કહ્યું કે અનુભવી કર્મચારીઓની બદલી યોગ્ય નથી પગાર અને પેન્શન શાખા એટલે કે એસ્ટા બ્રાંચની કામગીરી અત્યંત જટિલ હોય છે અને દરેક જણાને શીખવાડવું સંભવ નથી હાલ તો આ બદલીના મુદે મનપામાં અધિકારીઓ વચ્ચે રણશિંગુ  ફુકાઈ ગયું છે.!