જામનગર શહેરના કનસુમરા પાટિયા સામે આવેલ મયુર એવન્યુમાં તસ્કરોનો તરખાટ
- બાવાજી પરીવાર પ્રસંગોપાત બહારગામ ગયો અને તસ્કરો પાછળથી કળા કરી ગયા.
- સોના ચાંદી રોકડ સહિત ૨૬.૩૦૦ની મતા ઉઠાવી ગયા
- પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી શખ્સોની શોધખોળ
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ ડીસેમ્બર ૨૨ જામનગર શહેરના કનસુમરા પાટિયા સામે આવેલ મયુર એવન્યુમાં રહેતા જયેશભાઇ નરશીગર અપારનાથી જાતે બાવાજી તેના પરીવાર સાથે ગામડે પ્રસંગ હોય ધરને બંધ કરીને બહાર ગયેલ હતા ત્યારે કોઇ અજાણ્યા ચોરે ધરનો મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી ઉપરના રુમમા કબાટમા રાખેલ (૧) રોકડા રુ.૮૦૦૦/- (૨) ચાંદીની હાથમા પહેરવાની બંગડી જોડી-૧ કી.રુ.૪૦૦૦/- (૩) ચાંદીના મોટા સાકળા જોડી-૧ કી.રુ.૪૦૦૦/- (૪) ચાંદીના નાના સાકળા જોડી-૨ કી.રુ.૫૦૦૦/- (૫) સોનાના ચેનનો આકડીયો/લોક કી.રુ.૫૦૦/- (૬) સોનાના નાના છોકરાના કાનમા પહેરવાની દાણા જોડી-૧ કી.રુ.૧૫૦૦/- (૭) નાકમા પહેરવાનો સોનાનો દાણો એક કી.રુ.૧૫૦૦/- (૮) ખોટા મંગળસુત્ર જોડ-૨ કી.રુ.૬૦૦/- (૯) ફાસ્ટ ટ્રેકની ધડીયાળ-૧ કી.રુ.૧૨૦૦/- એમ કુલ સામાન કી.રુ.૨૬,૩૦૦/- ના સામાનની ચોરી કરી નાશી ગયા હતા.આથી સીટી-સી ડિવિજને જયેશભાઇ નરશીગર અપારનાથી નામના બાવાજી યુવાનની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ઈ.પી.કો. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વધુ તપાસ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના PSI એચ.ડી હિગરોજા ચલાવી રહ્યા છે.