ખંભાળીયાના વીંજલપર ગામના સરપંચના પુત્રનો લમણે ગોળી મારી આપધાત

0
3685

ખંભાળીયાના વીજલપરના સરપંચના પુત્રનો લમણે ગોળી ધરબી કર્યો આપઘાતથી ભારે અરેરાટી

  • ઘરેથી પિતાની લાયસન્સ વાળી રીવોલ્વર લઈને યુવાન નિકળી ગયો હતો
  • જામનગર શહેરમાં ઘરેથી નીકળી ખીજડીયા બાયપાસ પાસે લમણામાં ગોળી ધરબી દીધી: કારણ અકબંધ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૯ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના નવાગામધેડ, મિલન સોસાયટીમાં રહેતા અને ખંભાળીયાના વીજલપરના સરપંચના પુત્રએ આજે સવારે જામનગરના ખીજડીયા બાયપાસ નજીક જમણા લમણા પર રીવોલ્વ૨ રાખીને ફાયરીંગ કરીને આપધાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે, તેવામાં ત્યાથી પસાર થતા પદયાત્રીઓએ પોલીસને જાણ કરતાં આખો મામલો સામે આવ્યો હતો.
જામનગરના ખીજડીયા બાયપાસથી સમરસ હોસ્ટેલ તરફ જતા રોડ પર કારમાં એક યુવાને લમણામાં ગોળી મારીને આપધત કરેલો મૃતદેહ હોવાની પદયાત્રીઓએ પોલીસને જાણ થતાં PSI જે.પી.સોઢા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને ઓળખ મેળવતા તે ખંભાળીયા તાલુકાના વીજલપર ગામના સરપંચ પીઠાભાઈ જીણાભાઈ ડેરનો પુત્ર જયભાઈ (ઉ.વ.૨૩) નામનો હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે જામનગર શહેરના નવાગામધેડ, મિલન સોસાયટીમાં રહેતા પરિવારજનોને જાણ કરતાં પિતા પીઠાભાઈ સહિતના આવી ગયા હતાં. યુવાન પુત્રના મૃતદેહને જોઇને પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળીને પીએમ માટે મોકલી દીધો હતો. બાદમાં મૃતકના પિતા પીઠાભાઈ ડેરે પોલીસને જણાવ્યું હતું કે, ઘરમાં પોતાની લાયસન્સવાળી રીવોલ્વર લોકરમાં રાખેલી હતી. તે લોકર પોતાની ગેરહાજરીમાં મૃતક પુત્ર જયભાઈએ ખોલીને જીવતા કાર્ટીસ સાથે રીવોલ્વર કાઢી અને કારની ચાવી લઈને આજે સવારે ઘરેથી નિકળી ગયો હતો. તેમણે બનાવ સ્થળે જઈને કોઈ અકળ કારણોસર રીવોલ્વરમાંથી ફાયરીંગ કરી લીધાનું જાહેર કર્યું હતું. પીએમ રીપોર્ટ બાદ પોલીસે મૃતદેહનો કબ્જો પરિવારને સોંપી દીધો હતો.