કોર્પોરેટર અને પદાધિકારીની મહેરબાનીથી ચાલતો રીનોવેશનનો ધીકતો ધંધો.

0
1419

જુના જામનગરમાં રિનોવેશનના નામે 3-3 માળના બિલ્ડીંગો ખડકાઈ ગયા !

અકસ્માત સર્જાય તો ફાયર કે 108 પણ “ન” જઈ શકે તેવી ગલીઓમાં બાંધકામના નિયમોનો ઉલાળિયો :

બાંધકામ પહેલા ચીફ ફાયર ઓફિસરની NOC  લેવી ફરજિયાત હોય છે પરંતુ રાજકીય ઓથ ના કારણે કોઇ મંજુરી લેવા જતું જ નથી..!

પહેલા આખુ બાંધકામ પુરુ કરવામાં આવે છે બાદમાં પાર્કિંગની જગ્યામાં શટર મારી દુકાન ખડકી દેવામાં આવે છે.! મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સગવડપૂર્વક આંખે પાટા બાંધી લીધા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક. ર૧. જામનગર  શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો કોઈ નવી વાત નથી. આમાંથી પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરીને લોકોની સુવિધાની ભારે હાની પહોંચાડી રહ્યા છે. હાલ જામનગર મહાનગરપાલિકામાં રિનોવેશનના નામે જૂના જામનગરમાં ૩-૩ માળ સુધીના નવા બિલ્ડીંગો ખડકી દેવાનો ધિકતો ધંધો ચાલુ થયો છે.

આમાં ક્યાંય પણ માર્જિન મૂકવામાં આવતું નથી કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને પદાધિકારીઓની કૃપાથી આવા ગેરકાયદેસર બાંધકામો બેધડક ખડકાઈ રહ્યા છે.

જામનગર શહેરના રતનબાઈ મસ્જિદથી આણદા બાવા ચકલો વિસ્તાર જે જૂના જામનગર તરીકે ઓળખાય છે. અહીં અસંખ્ય જુના બાંધકામો આવેલા છે.

સમયની સાથે જર્જરિત થયેલા બાંધકામોને નવા રૂપ આપવા માટે – મહાપાલિકામાં રિનોવેશનના નામે મંજૂરી માંગવામાં આવે છે જે પછી તેમાં ૩ થી ૪ માળ કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવે છે.

આમાં જામનગર નો વિકાસ ક્યાંથી થાય.. સાંકડી ગલીમાં નવા બાંધકામ માં માર્જિંગ ન મૂકવામાં આવે તો સાંકડી જ રહેવાની છે..

તદન ગેરકાયદેસર ચાલતા આ બાંધકામમાં નથી કોઈ માર્જિન મૂકવામાં આવતું કે નથી નિયમોનું પાલન કરવામાં આવતું  અધિકારીઓ નિયમોનું સ્થાનિક કોર્પોરેટરના અને પદાધિકારોનું પર દબાણ આવા કામને બેરોકટોક ચાલવા દે છે.

આની જો કોઈ ફરિયાદ કરે તો તાત્કાલિક તેને દબાવી દેવામાં આવે છે અથવા તો કાગળ પર ફરિયાદને લેવામાં આવતી નથી.

નવા કમિશનર વિજય ખરાડી આ બાબતે ધ્યાન આપે તો જામનગર શહે૨માં ચાલતા આવા અનેક ગોરખધંધા બહાર આવે તેમ છે જેની માટે યોગ્ય તપાસ અત્યંત જરૂરી છે અને બધાના ચીચોડા બંધ થઈ જાય તેમ છે.