જામનગર નાગેશ્વર સોસાયટીથી નાગના ગામને જોડતો રસ્તો થયો બિસ્માર.!: કેરણ નાખંતા કામચલાઉ રાહત

0
550

જામનગરના નાગેશ્ર્વર-નાગનામાં ‘રબડીરાજ’

જામનગર નાગેશ્વર સોસાયટીથી નાગના ગામને જોડતો રસ્તો થયો બિસ્માર.! વરસાદી માહોલ વચ્ચે ખોદકામથી સ્થાનીક લોકો ત્રાહીમામ.

વરસાદી વાતાવરણ વચ્ચે રસ્તાઓના ખોદકામથી લોકોમાં રોષ-૩૬પ એક જ દિવસની સમસ્યા.!

કચરા નિકાલ અંગેની કોઈ વ્યવસ્થા “ન” હોવાને કારણે પંદર હજારથી વધુ વસ્તી ધરાવતા ગામ – સોસાયટી માટે  અવર-જવર નોં એક માત્ર જાહેર રસ્તો બન્યો નર્કાગાર.!દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:
જામનગરના સીમાડે આવેલ નાગેશ્વર કોલોનીથી નાગના ગામના જોડતા માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે ઠેર ઠેર ગારા-કિચડના સામ્રાજયના કારણે સ્થાનિક રહીશો અને નાના વાહનચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે.

કથિત ખોદકામના કારણે આવી સ્થિતિ સર્જાય હોવાનુ જાણવા મળ્યુ છે.સાથે કચરો નાખવા અંગેની કોઈ વ્યવસ્થા “ન” હોવાના કારણે લોકો અવર-જવરના રસ્તા પર કચરો ઢલવાના કારણે રસ્તો બન્યો નર્કગાર.!

જામનગરની ભાગોળે નાગેશ્વર કોલોનીથી નાગના ગામને જોડતા મોટી સંખ્યામાં રોજીંદી અવર જવર ધરાવતા રસ્તા પર ઠેર ઠેર વ્યાપક ગારા કિચડનુ સામ્રાજય જોવા મળી રહયુ છે.જેના કારણે પગપાળા જવુ રાહદારીઓ માટે દુષ્કર બન્યુ હોવાની બુમરાળ ઉઠી છે.જયારે માર્ગ પર રબડી રાજના કારણે નાના વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાઇ રહયા છે.

આ માર્ગ પર આજુબાજુના ગામલોકો ઉપરાંત સીમ પંથકમાં વાડી ખેતરોમાં જતા લોકોની દરરોજ બહોળી અવર જવર રહે છે.ત્યારે માર્ગ પર અનેક સ્થળે આવા ગારા કિચડના સામ્રાજયથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

રબડીરાજને કારણે વાહનો સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે. જેના કારણે લોકો પર અકસ્માતનો ખતરો ઝળુંબી રહ્યો છે. આટલું જ નહીં રાહદારીઓને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી હોવા છતાં તંત્ર મુકપ્રેક્ષક બનીને તમાશો નિહાળતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.