જામનગર 181ની ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવ્યું

0
2034

જામનગર 181ની ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું કુશળ કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે મિલન કરાવ્યું

  • અમદાવાદમાં રહેતી મહિલા જામનગર આવી પહોંચતા 181ની ટીમે પરિવારને સોંપતા તેઓએ આભાર વ્યક્ત કર્યો

દેશ દેવી ન્યુઝ તા.તા 19 જૂન 23 જામનગર એક જાગૃત નાગરિકે 181 મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને જણાવેલ એક મહિલા અહીંયા સવારથી બેઠા છે. અને તેઓ ખૂબ જ ગભરાયેલા છે. અને પોતાનું નામ કે સરનામું જણાવતા નથી. તેથી જામનગરની 181 ટીમે ઘટના સ્થળ પર પહોંચી મહિલા સાથે કાઉન્સિલિંગ કર્યું હતું.

કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ જિલ્લાના છે અને તેમના પતિ સાથે ઝઘડો થતાં ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયા હતા. અને ચોટીલા મંદિરે દર્શન કરવા ગયેલા દર્શનાર્થીઓ સાથે જામનગર આવી ગયા હતા. અને આજુબાજુના વિસ્તારમાં રાત્રિ ગુજાર્યા બાદ સવારે તેઓ ખીજડીયા બાયપાસ રાજકોટ હાઇવે રસ્તા પરથી ગભરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. 181ની ટીમને તેમણે જણાવ્યું કે હું ત્રણ દિવસથી ઘરેથી નીકળી ગયેલ છું અને મારે ઘરે પરત જવું નથી હું મારા બાળકોને લઈને મારું જીવન અહિયાં ગુજારીશ.

ત્યારબાદ બે કલાકના લાંબા ગાળાના કાઉન્સેલિંગ બાદ મહિલાએ તેમના પતિનો નંબર આપતા મહિલાના પતિએ જણાવેલ કે તેમની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોય નાની નાની વાતમાંથી ગુસ્સે થઈને ઘર છોડીને નીકળી જતા હોય છે. બાદમાં મહિલાના પતિને જામનગરનું એડ્રેસ જણાવી વિડીયોકૉલમ મહિલા સાથે વાત કરાવતા તેમનો પતિ અને ભાઈ તેને લેવા આવ્યા હતા. 181 ટીમે મહિલા સાથે વાતચીત કર્યા મુજબ એક ચાંદીનુ પગનું પાયલ મહિલાએ રિક્ષાવાળાને આપી દીધેલ હોય, તેમજ પાંચ જોડી કપડાં તેઓએ રસ્તામાં જ ફેંકી દીધા હતા તે અંગે તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. બાદમાં 181ની ટીમે મહિલાનું તેના પરિવાર સાથે મિલન કરાવતા તેઓએ સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.