દ્વારકામાં યોજાનારા આહીરાણી મહારાસ ના આયોજન ની નિમંત્રણ પત્રિકા બાલા હનુમાન મંદિરના પ્રમુખને અર્પણ કરાઈ
- આહિરાણી ના પારંપરિક પહેરવેશ માં સજ્જ થઈને આહીર જ્ઞાતિની બહેનોએ સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિર પરિસરમાં રાસ રજૂ કર્યો
દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ ડીસેમ્બર ૨૩, અખિલ ભારતીય આહીર મહારાસ સંગઠન દ્વારા દ્વારકા ખાતે ૨૪મી ડિસેમ્બરના રોજ મહારાસ,યોજાવા જઈ રહ્યો છે, અને ૩૭,૦૦૦ ઉપરાંત આહીરાણીઓ એક જ સમિયાણામાં પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રાસ રમશે. જે અંતર્ગત આજે જામનગરની આહીરાણીઓ દ્વારા જગવિખ્યાત ‘બાલાહનુમાન’ મંદિરે ભગવાનને મહારસ ની કંકોત્રી આપી, વિનવણી કરી હતી, અને તમારા વગરનો રાસ અધુરો લાગે, અમારી આગળ તમે, પાછળ અમે. આવો પધારો મહારસમાં..જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર ના ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલને આઈરાણીઓ દ્વારા નિમંત્રણ પત્રિકા અપાઇ હતી, અને પારંપરિક વેશભૂષામાં ઉપસ્થિત બહેનો દ્વારા મંદિર પરિસરમાં રાસ પણ રજૂ કરાયો હતો.