જામનગર સર્જરી વિભાગના ડોક્ટર પર રેગીંગની ઘટનાથી ખળભળાટ

0
4206

જામનગરમાં રેગીંગ પ્રકરણ ગાજ્યું : ફરીયાદથી ખળભળાટ

  • સર્જરી વિભાગના ડોક્ટરને આપતો માનસિક શારીરિક ત્રાસ : મામલો ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો
  • અપમાનીત કરવા, સતત કામ કરાવવું, માર મારવો, ગાળો કાઢવી જેવી યાતના રસિડેન્ટ ડોક્ટરને અપાઈ
  • રેગીંગ કમીટીની બેઠકમાં મેડિકલ ડીન, તમામ વિભાગના વડાઓ, એડીક્લેક્ટર, Dysp સહિતના હાજર રહ્યા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૭ ઓગસ્ટ ૨૩ સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી હોસ્પિટલ જી.જી. એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા ડોક્ટરે અન્ય ડોક્ટર વિરુદ્ધ રેશનીંગની ફરિયાદ દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરતા ખળભળાટ મચી જાવ પામ્યો છે.  સર્જરી વિભાગમાં કામ કરતા પ્રથમ વર્ષના આ ડોક્ટરને માર મારવો, ગાળો કાઢવી તેમજ કાગળ ફાડી નાખવા જેવી અસંખ્ય યાતના આપ્યા બાદ કંટાળેલી ડોક્ટરે એન્ટી રેલીંગ કમિટીની મદદ માગતા હોસ્પિટલ અને કોલેજ તંત્ર પણ ચોંકી ઊઠયું છે અને હવે રહી રહી આ બાબતે તપાસ ચલાવામાં આવી રહી છે.

જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં સર્જરી વિભાગમાં અભ્યાસ કરતા ડોક્ટરે વર્ષ 2022ની સાલમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ સર્જરી વિભાગમાં જ કામ કરતા અને ત્રીજા વર્ષના ડો. પ્રતિક પરમાર દ્વારા આ ડોક્ટરને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો તેઓ તેને ગાળો કાઢી માર મારતા હતા. તેમજ સતત ત્રણ-ત્રણ દિવસ સુધી કામ કરાવતા હતા ઉપરાંત કેસ કાગળ ફાડી નાખતા હતા. જેથી તેને ફરીથી કાગળ બનાવવા પડે કપડા પહેરવા બાબતે પણ અપમાનિત કરી માર મારવામાં આવતો હતો

આ ઉપરાંત તેને પૈસા ચૂકવવા માટે પણ મજબૂર કરવામાં આવતો હતો. આ બધાથી કંટાળીને પીડિત ડોક્ટર માનસિક રીતે ભાંગી ગયો હતો અને ત્રાસ સહન ન થતાં કંટાળીને તેણે એન્ટી રેલીંગ કમિટી, દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ત્યાંથી સ્થાનિક સત્તાધીશોને પૂછા આવતા સ્થાનિક કક્ષાએ એન્ટી રેલીંગ કમિટીની બેઠક મળી . હતી અને હવે પગલાં ભરવાની વાતો થઈ રહી છે. પરંતુ સર્જરી વિભાગમાં રેશનીંગની આ ઘટનાએ .હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધી હતી. સર્જરી વિભાગના ડોક્ટર દ્વારા દિલ્હી અને સોરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરીયાદથી ધેરા પ્રત્યાઘાતો પડયા છે