હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનો મબલક આવકનો રેકોર્ડ સર્જાયો

0
777

હાપા માર્કેટિંગ યાર્ડમાં મબલક આવકનો રેકોર્ડ સર્જાયો માત્ર 12 કલાકમાં જ 63 હજાર મણ મગફળી ઠલવાઇ

મગફળીનો સૌથી વધુ ભાવ જામનગરના હાપા યાર્ડમાં મળે છે :અંદાજે 500થી વધુ ખેડૂતો 400 વાહનમાં મગફળી ભરીને આવ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર ૦૮. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક થઈ છે.સોમવારે સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં એટલે કે માત્ર 12 જ કલાકમાં 63 હજાર મણ મગફળીની આવક થઈ છે. સાંજના સમયથી જ હાપા માર્કેટિંગ યાર્ડ બહાર મગફળી ભરાયેલા વાહનોની લાંબી કતાર લાગી હતી. અંદાજે 500થી વધુ ખેડૂતો 400 વાહનમાં મગફળી ભરીને આવ્યા હતા

હાપા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલે જણાવ્યું હતું કે વારસાદની આગાહીને પગલે હાપા માર્કેટિંગ યાર્ડમાં થોડા દિવસ મગફળીની આવક બંધ રાખવામાં આવી હતી જે પુન: શરુ કરવામાં આવી હતી. સોમવારે સાંજે 8 વાગ્યાંથી મંગળવાર સવારના 8 વાગ્યાં સુધીમાં 63 હજાર મણ મગફળીની જંગી આવક થઈ છે. 500 જેટલાં ખેડૂતો 400 જેટલાં વાહનોમાં મગફળી લઈને આવ્યા હતા. હજું પણ મગફળીની આવક ચાલુ જ છે અને તામિલનાડુના વેપારીઓ પણ મગફળીની ખરીદી કરવા આવી રહ્યા છે.

સેક્રેટરી હિતેશભાઈએ જણાવ્યું કે ખેડૂતોને ગુજરાતમાં મગફળીના સૌથી વધુ ભાવ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યા છે.

આ પાછળનું કારણ તામિલનાડુના વેપારીઓ માટે હાપા માર્કેટિંગ યાર્ડ ફેવરિટ બની ગયું છે. જામનગરની મગફળીની સારી ગુણવત્તાને કારણે તેઓ હજારો કિમી દૂરથી અહીં મગફળી ખરીદવા આવે છે. હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના 900થી 1600 રૂપિયા મળી રહ્યા છે જે ગુજરાતમાં અન્ય એકેય યાર્ડમાં આટલો ભાવ મળતો નથી.