જામનગર સહિત અલગ અલગ રાજ્ય મા બેન્ક એ.ટી.એમ. મા છેડછાડ કરી ૫૦ થી વધુ ચોરી કરનાર ઝડપાયા
-
આંતર રાજય ગેંગ વિરૂધ્ધ ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરતી–જામનગર એલ.સી.બી
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૨ ઓક્ટોબર ૨૪, જામનગર સહિત ગુજરાતના અનેક જિલ્લા અને દેશના અનેક રાજ્યમાં એટીએમ માં છેડછાડ કરીને પૈસા કાઢી લેતી ગેંગના ત્રણ સભ્યોને જામનગર એલસીબી પોલીસે ઝડપી પાડ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ટોળકી વિરુદ્ધ હેઠળ જામનગર પોલીસે કાર્યવાહી કરી છે અને તેની પાસેથી રોકડ રકમ હથિયાર વગેરે નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગેંગ દ્વારા જામનગર માં બે ગુના સહિત અલગ અલગ રાજ્ય માં કુલ ૫૦ કેટલા ગુના ને અંજામ આપવામાં આવ્યો હતો.
દેશના અનેક રાજ્યમાં છેલ્લા થોડા સમયથી એટીએમ મશીનમાં છેડછાડ કરી રૂપીયા કાઢી લેતા હોવાના બનાવો બનતા હોય તે ગુનાઓ શોધી કાઢવા જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક વી.કે.પંડયા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. વી.એમ.લગારીયા તથા પો.સ.ઇ .પી.એન.મોરી તથા પો.સ.ઇ અને .એ.કે.પટેલ તથા એલ.સી.બી.સ્ટાફ ના માણસો,સાથો સાથ ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,જામનગર જીલ્લામા બનેલ વણશોધાયેલ મિલ્કત સબંધી ગૂનાઓ શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે કાર્યરત હતા
આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ નાં સ્ટાફ ને બાતમીદારોથી હકિકત મળેલ કે, એ.ટી.એમ. ના ’’કેસ ડીસ્પેન્સર મા’’ છેડછાડ કરી રૂપીયાની ચોરી કરતી ગેંગના ત્રણ ઇસમો રીઢા ચોરની સંગઠીત ટોળી બનાવી કાર નંબર.જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ ની લઇને જામનગર શહેરમાં પંચવટી કોલેજના ખુણા પાસે ગોલ્ડન ક્રાઉન હોટલ પાસે રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્ક ના એ ટી.એમ મા થી પૈસાની ચોરી કરવાની તૈયારી કરી ગુનો કરવાના ઇરાદે આટાફેરા કરી રહેલ છે,જે બાતમી આધારે પોલીસે ત્રણ ઇસમોને ચોરીના મુદામાલ તથા ચોરી કરવાના સાધનો , કાર સાથે પકડી પાડવામાં આવ્યા હતા.જેમાં પુનમખાન ડયાલખાન માલીયા ( રહે. કલ્યાણસર ગામ તા.ડુંગરગઢ જી-બિકાનેર – રાજસ્થાન ), રામપ્રકાશ રામકરન ગોદારા ( રહે. કલ્યાણસર ગામ તા. ડુંગરગઢ જી-બિકાનેર – રાજસ્થાન ) અને ગૌરીશંકર ગીરધારલાલ સુથાર ( રહે. બાડસર ગામ તા. સુજાનગઢ જી-ચૂરુ – રાજસ્થાન ) નો સમાવેશ થાય છે.જ્યારે જામનગર જીલ્લા ના ગુનામા સંડોવાયેલ
આરોપી હરમનરામ નથુરામ ભાકર ( રહે. ધાનેરૂગામ તા..ડુંગરગઢ જી.બીકાનેર રાજસ્થાન ) ને પોલીસ શોધી રહી છે.પોલીસે આરોપીઓ પાસે થી રૂપિયા ૪૭,૫૦૦ ની રોકડ રકમ , જી.જે.૧૮ બીએમ ૬૮૬૯ નંબર ની.રૂ. ૧૦,૦૦,૦૦૦ ની કીમત ની મોટર , ડીસમીસ,સેલો ટેપ,કટ્ટર બે નંગ,.,ફેવીકવીક,એટીએમ મા કેશ ડીસ્પેન્સર ઉપર લગાડવાની પીવીસી પટ્ટીઓ, એ.ટી.એમ કાર્ડ ,ત્રણ નંગ મોબાઇલ ફોન વગેરે કબ્જે કાર્ય છે.આમ જામનગર મા પણ એ ટી.એમ માંથી પૈસા કાઢી લેવાં નાં બે ગુના નો ભેદ ઉકેલાયો છે.
ઉપરોકત તમામ આરોપીઓએ અલગ અલગ રાજયમા ૫૦ થી વધુ એ.ટી.એમ મશીનમાં છેડછાડ કરી આશરે રૂ.૪,૫૦,૦૦૦ થી વધુ રકમની ની ચોરી કરી છે. આરોપીઓ ભેગા મળી કોઇ એટીએમ ને ટાર્ગેટ કરે પછી તે એટીએમ ના કેસ ડીસ્પેન્સર પર તેના માપની તથા તેના કલરને મળતી આવતી પ્લાસ્ટીકની પટ્ટી ફેવીકવીક વડે ચોંટાડી દેતા બાદ કોઇ એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમમાં રૂપીયા ઉપાડવા કાર્ડ નાખતા રૂપીયા કેસ ડીસ્પેન્સર માંથી પૈસા બહાર ન નીકળતા, એટીએમ કાર્ડ ધારક એટીએમ રૂમ માંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમ રૂમમા જઇ પોતે લગાવેલ પ્લાસ્ટીકની પટ્ટી ઉખાડી એટીએમના કેસ ડીસ્પેન્સર માં રહેલા રૂપીયા લઇ ચોરી કરી લેતા હતા.
જામનગર પોલીસે ઝડપી પાડેલા ત્રણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યારે ફરાર આરોપી અંગે પણ શોધખોળ ચલાવાઇ રહી છે.