મનપા દ્વારા શહેરમાંથી જપ્ત કરેલ ગાડી બારોબાર પગ કરી હોવાનો ભાંડાફોડ થયો છે.
શહારના બ્યુટીફીકેશન માટે લાગેલી લોખંડની ગ્રીલો પણ આપી દેવાઇ
દેશ દેવી ન્યુઝ જામનગર ૩૦ જૂન ૨૨ જામનગર મહાનગરપાલિકા હંમેશા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. પછી ભરતી કૌભાંડ હોય કે, ચર્ચાસ્પદ બનેલું ભળતા નામવાળુ ” રાજુ હરશી મકવાણા” કૌભાંડ અહીં લગભગ વિભાગમાં કૌભાંડો બહાર આવતા રહે છે આવું જ એક કૌભાંડ મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરેલી ગાડીઓનું પણ થવા પામ્યું છે. મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા કોરોનાકાળ તથા તેના પહેલા ”નો-પાર્કિંગ” માં રાખેલી ગાડીઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવતી હતી જે દરમિયાન શહેરમાંથી અનેક ગાડીઓ જપ્ત કરવામાં આવી હતી જેમાંથી મોટાભાગની ગાડીઓ છૂટી ગઈ હતી.પરંતુ ઘણી ગાડીઓના માલિકો ગાડીઓ લેવા ‘ન’ આવતા, લાંબા સમયથી એસ્ટેટ વિભાગના વાડામાં પડી ગાડીઓને બારોબાર વેચી મારવા અથવા તો ભંગારમાં દેવાનું કૌભાંડ ધીમે ધીમે લાંબા સમયથી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે.
આવી જ ગાડીઓ ધીમે ધીમે બહાર પગ કરવા મંડી છે. મહા પાલિકામાં હાલ 8 વધારે ગાડીનો ગુમ થઈ છે જે બારોબાર વેચી નાખવામાં આવી છે અથવા તો ભંગારમાં દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. અમુક કૌભાંડમાં મનપાના ચોક્કસ કર્મચારીઓ તથા અધિકારીઓની સંડોવણી પણ નકારાતી નથી.આ અત્યંત ગંભીર કૌભાંડ છે. જેમાં ગાડીઓને બારોબાર વેચી દેવામાં આવી છે જામનગર મહા પાલિકા પાસે આવી કોઇ સત્તા નથી કે તેઓ ગાડીને વેચી શકે પરંતુ મળતિયાઓ સાથે મળીને આ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે અને ધીમે ધીમે એક ગાડી ઓછી થઈ રહી છે. નવાઈની વાત તો એ છે કે , આ ગાડીઓનું કોઈ હિસાબ નથી જેના કારણે કેટલી ગાડીઓ ગુમ થઈ તે જાણી શકાય.જોકે કૌભાંડ પર નજર રાખતા આવી ગાડીઓ બહાર પગ કરી જતી હોવાનો ભાંડાફોડ થયો છે .