જામનગરના બેડીબંદર રોડ પર જોખમી બનેલું સિટી બસ સ્ટોપ એસ્ટેટ શાખાએ દૂર કર્યું

0
2512

જામનગરના બેડીબંદર રોડ પર જોખમી બનેલું સિટી બસ સ્ટોપ એસ્ટેટ શાખાએ દૂર કર્યું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૩૧ ઓગસ્ટ ૨૪, જામનગરના બેડી બંદર રોડ પર આવેલું એક સીટી બસ માટેનું બસ સ્ટોપ, કે જે ખૂબ જ જર્જરીત અવસ્થામાં અને પડું પડું થાય તેવી સ્થિતિમાં હતું, જેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાળીની આગેવાનીમાં એક ટુકડી આજે બેડીબંદર રોડ પર પહોંચી હતી, અને જેસીબી ની મદદથી માર્ગ પર લટકી રહેલું અને જોખમી અવસ્થામાં રહેલું સીટી બસ સ્ટોપ કે જેની છાપરી સહિતનો ભાગ જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યો હતો.