જામનગરમાં કન્ટ્રકશનના ધંધાર્થી સાથે વિશ્વાસઘાત : લોન વાળી કાર બારોબાર વેચી મારી
- લોનથી લીધેલી કારના હપ્તા ”ન” ભરી વેંચી મારી અંજારના શખસ સામે ગુનો નોંધાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૦ માર્ચ ૨૩ જામનગર પટેલ કોલોની વિસ્તારમાં રહેતા રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના વેપારીને કચ્છના અંજારના આફતાબ સાથે પરિચયમાં છેતરાવાનો વારો આવ્યો છે.લોનથી લીધેલી કારના હપ્તા ”ન” ભરી વેંચી મારી હોવાની ફરીયાદ નોંધાતા ભારે ચકચાર જાગી છે અને જ્યાથી કાર ઉઠાવી છે ત્યાનો વિડીયો પણ સામે આવ્યો છે. જામનગરમાં રહેતા અને કન્ટ્રકશનના ધંધા સાથે સકંળાયેલા યુવાન પાસે બેન્ક લોન પર કાર લેવડાવી બાદમાં હપ્તા ન ભરી અન્યને બારોબાર કાર વેંચી નાખી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ફરીયાદ અંજારના શખસ સામે નોંધાઇ છે.પોલીસે ગુનો નોંધી તપાસનો દૌર અંજાર સુધી લંબાવ્યો છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને કન્ટ્રકશનના ધંધાર્થી રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના યુવાને પોતાની સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરવા અંગે સીટી સી પોલીસ મથકમાં આફતાબ (રે. અંજાર) સામે ફરીયાદ નોંધાવી છે. કન્ટ્રકશનના ધંધાર્થી યુવાન સાથે ઓળખાણ થતા આરોપી આફતાબે તેને વિશ્વાસમાં લઇ બેન્કમાંથી રૂ.17.40 લાખની કાર લોન કરાવી અંજારના શો રૂમમાંથી ક્રેટા કાર ડીલેવરી બાદ મેળવી લીઘી હતી.
જેમાં આરોપીએ બેન્કના રૂ.34,623ના માસિક હપ્તા પોતે ભરી દેશે એવો વિશ્વાસ અને ભરોસો આપી પાંચ હપ્તાના એડવાન્સ પેટે રૂ.બે લાખ આપી દિધા હતા. જે બાદ કારના હપ્તા પણ નહી ભરી તેમજ યુવાનના નામે લીધેલી કાર પણ પરત ન સોંપી અન્યને બારોબા વેંચી દઇ વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનુ ફરીયાદમાં જાહેર થયુ છે.