જામનગર ગુરુદ્વારા આજુ-બાજુનો વિસ્તાર ગટરના પાણીમાં ગરકાવ : જુવો Video

0
1843

જામનગરમાં કમોસમી વરસાદે મનપાની પોલ ખોલી નાખી જુવો Video: બે છાંટાની સાથે ગટર ગાંડી થઈ : કેનાલ બ્લોક થતા ઘર અને દુકાનોમાં બે ફુટ પાણી ભરાયા

  • ગુરુદ્વારા પાસેની કેનાલ બ્લોક થતા લોકોના ઘરમાં તથા દુકાનોમાં પાણી ઘૂસી જતા ભારે નુકસાન
  • જલારામ નગરમાં જવાના રસ્તે પાણી ભરાયા : વૃદ્ધોની હાલત કફોડી
  • આજુ-બાજુના રહીશોએ મનપામાં અનેક ફરિયાદ કરી છતાં તંત્ર એ ડોકાવાની તસ્દી ”ન” લેતા આકોસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૩ માર્ચ ૨૩ જામનગર શહેરના ગુરૂદ્વારા પાસે ગટર બે કાઠે હોય તેમ આજુબાજુના રહેણાંક મકાનો, એપાર્ટમેન્ટ તથા દુકાનમાં ધૂસી જતા ભારે દેકારો બોલી ગયો હતો લોકોએ નાછૂટકે ગટરના ગંદા પાણીમાં જવાની ફરજ પડી હતી પરિણામે લોકોનું આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે.

જામનગર શહેરના ગુરુદ્વારા ચોકડી પાસેથી પસાર થતી કેનાલ ચોકબ થઈ જતા આજુબાજુના એપાર્ટમેન્ટ, રહેણાક મકાન, દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો દેશ દેવી ન્યુઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યાંની સાથે જ મનપાની ભૂર્ગભ શાખા પપિંગ મસીનો સાથે સફાઇ કામગીરી હાથ ધરી છતાં બપોર બાદ પણ પરિસ્થિતી પથાવત રહી હતી.

તેમાં ખાસ કરીને શિલ્પ એપાર્ટમેન્ટ વધુ નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે તેના.પાકિંગમાં પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને લીફ્ટમાં પાણી ભરાતા અવરજવરનો રસ્તો બંધ થઈ જતા લોકો ફસાયા હતા મનપાની ટીમોએ શ્રમયજ્ઞ કર્યો છતાં પરિસ્થિતી પથાવત રહેતા ઇજનેર મુંજાય ગયા હતા તે જોતા ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળુ મારવા જેવા ઘાટ ઘડાયો હતો. ભરઉનાળે પાણી ભરાવાનો પ્રશ્ન સર્જાયો’તો પછી ચોમાસામાં હાલત શું થશે. જેને લઇ લોકોમાં ફફડાટ ફેલાયો છે.