જામનગરના સંઘાળિયા બજારની દુકાનમાં ચોરી કરનારને આરોપીની ધરપકડ:
ચોરીના રૂપિયા બેફામ રીતે ઉડાવતો હતો અને પોલીસના હાથે ઝડપાયો: મુદ્દામાલ જપ્ત
જામનગર: જામનગર શહેરમાં બનતા ચોરીના ગુન્હા શોધવા પોલીસ અધિક્ષક દિપેન ભદ્રનની સુચના અને મદનીશ પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા પોલીસ ઇન્સપેકટર એમ-જે.જલુના માર્ગદશન મુજબ સીટી એ ડીવી, પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પો.સબ.ઇન્સ. એમ.વી.મોઢવાડીયા સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો. કોન્સ. વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા યોગેન્દ્રસિંહ નીરૂભા સોઢા તથા મહાવિરસિંહ વનરાજસિંહ જાડેજાને તેમના અંગત બાતમીદારોથી હકિકત મળેલ હોય કે જામનગર સીટી એ ડીવી.પો.સ્ટે. ગુ.ર.ન. 11ર0ર008ર1ર059 ઈપીકો કલમ 380,457 ના કામે ચોરી કરનાર ઈસમ હસનભાઇ મહમદહુશેન કાદરી (રહે, ધરાનગર-ર જામનગર) છે અને હાલ તેની પાસે ઘણા રૂપીયા છે અને છુટથી રૂપીયા વાપરે છે અને અહી હવાઇચોક પાસેથી પસાર થવાનો છે જેને શરીરે કોફી કલરનુ પેન્ટ તથા ક્રિંમ કલરનો શર્ટ પહેરેલ છે અને બાલ દાઢી મોટા છે તે બાબતે વોચમા હતા
દરમ્યાન આરોપી હસનભાઇ મહમદહુશેનભાઇ કાદરી ધરારનગર-ર પાવર હાઉસ પાસે કાકુભાઇની હોટલ પાસે જામનગર વાળો મળી આવેલ હોય મજકુરની અંગઝડતી કરતા મજકુર પાસેથી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રૂપીયા 1,00,000/ મળી આવતા ચોરીના ગુન્હાનો મુદામાલ તરીકે કબજે કરી ચોરીનો વણ શોધાયેલ ગુનો ડીટેક્ટ કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ શ્રી એમ.જે.જલુ, તથા પો.સબ.ઇન્સ. એમ. વી.મોઢવાડીયા તથા પો. હે. કોન્સ. એન.કે.ઝાલા, મહિપાલસિંહ એમ જાડેજા, યુવરાજસિંહ વી. જાડેજા, પો.કો. મહાવીરસિંહ જાડેજા , વનરાજભાઇ ખવડ તથા યોગેન્દ્રસિંહ સોઢા , શિવરાજસિંહ રાઠોડ , સાજીદભાઇ બેલીમ,પ્રવિણભાઇ પરમાર, સુનીલભાઇ ડેર દ્વારા કરવામાં આવેલ છે.