જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદને 1 વર્ષની જેલ : ચેકની રકમ ભરવા પણ આદેશ
દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર o૮. સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો. ઓપરેટીવ સોસાયટીના સભાસદ કલ્પેશભાઈ જેન્તીભાઈ સિદ્ધપુરાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી.આ લોનમાં તેઓ રેગ્યુલર લોન ભરપાઈ ન કરતા સોસાયટીએ કાયદેસરની નોટીસ આપવામાં આવેલ, ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરેલ હતી. ત્યારબાદ સમયાંતરે કેસ ચાલતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ.
આરોપીના વકીલએ ફરીયાદી સોસાયટીના અધિકૃત અધિકારીની ઉલટ તપાસ કરેલ અને આરોપી તરફેની સદર ઉલટ તપાસની તમામ હકીકતો નોંધવામાં આવેલ. ફરીયાદી પક્ષના લેખિત, પુરાવા, દસ્તાવેજો, સોગંધનામું, ફરિયાદ અરજીને અનુરૂપ હોય અને આરોપી તરફેની ઉલટતપાસમાં પણ આરોપી તેઓનું કાયદેસરનું લેણું નથી તેવું સાબીત કરી શકેલ ન હોય અને આરોપી પક્ષ દ્વારા ફરીયાદી પક્ષના પુરાવાઓનું ખંડન કરી શકેલ ન હોય તેથી એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.એન પાથર -જામનગરની કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ. આ કામના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તેમજ અને ચેકની રકમ જેટલો જ રૂ. 2,65,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.