સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: આર્ય સમાજ તરફથી આપવામાં આવતા મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય
દેશ દેવી ન્યુઝ જામનગર ૪ જુન ૨૨. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ તરફથી આપવામા આવતા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય રીતે માન્યતા આપવાની ના પાડી દીધી છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે કહ્યું કે, સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના સર્ટિફિકેટ આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ સક્ષમ અધિકારીનું છે. કોર્ટની સામે અસલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે.આ કેસ લવ મેરેજનો છે. છોકરીના ઘરવાળાઓએ સગીર ગણાવતા પોતાની છોકરીનું અપહરણ અને રેપની ફરિયાદ નોંધાવી રાખી હતી. છોકરીના પરિવારના લોકએ યુવક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363,366, 384, 376 (2)(n) ઉપરાંત પોક્સો એક્ટની કલમ 5(L)/6 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તો વળી યુવકનું કહેવુ હતું કે, છોકરી વયસ્ક છે. અને તેણે પોતાની મરજી અને અધિકારથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા છે. યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા તરફથી આપવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટને પણ રજૂ કર્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યું નહોતું.આ કેસમાં સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકાર આપતી અરજી પર સુનાવળી કરવાની હા પાડી હતી. ત્યારે જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયે આર્ય પ્રતિનિધિ સભા પાસેથી સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5,6,7 અને 8 જોગવાઈઓ પોતાની ગાઈડ લાઈનમાં એક મહિનાની અંદર પોતાની નિયામાવલીમાં સામેલ કરે.