જામનગરમાં પત્નિ રિસાઈને માવતરે ચાલી જતા આરોગ્ય કેન્દ્રના કર્મચારીનો આપધાત

0
4721

જામનગરના નીલકંઠનગર આરોગ્ય કેન્દ્રના કર્મચારીનો ગળાફાંસા દ્વારા આપઘાત

  • પત્ની રિસાઈને માવતરે ચાલી જતાં પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઈ જીવ દીધો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ નવેમ્બર ૨૪, જામનગરમાં પટેલ પાર્કમાં રહેતા અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં કેશબારી માં ઓપરેટર તરીકે નોકરી કરતા એક કર્મચારીએ પોતાની પત્નીના વિયોગમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. પત્ની રિસાઈને ચાલી ગઈ હોવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં પટેલ પાર્ક માં રહેતા અને નીલકંઠ નગર આરોગ્ય કેન્દ્રમાં કેસ બારી પર બેસતા હંગામી કર્મચારી જીગરભાઈ ગીરીશભાઈ સોલંકી નામના ૨૬ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેના પિતા ગીરીશભાઈ વગેરે ૧૦૮ ની ટીમને બોલાવી હતી, અને ૧૦૮ ની ટુકડી એ જીગરભાઈને નીચે ઉતારીને તપાસણી કરતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા ગિરીશભાઈ કાળાભાઈ સોલંકી એ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એલ બી જાડેજા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને જીગર સોલંકી ના મૃતદેહ નો કબ્જો સાંભળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ થઈ હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. દરમિયાન તેની પત્ની માનસી બેન કે જે છેલ્લા એકાદ માસ પહેલાં પતિ સાથે ઝઘડો થયો હોવાથી રિસાઈને માવતરે ચાલી ગઈ હતી. જેનું મનમાં લાગી આવતાં પોતે ગુમસુમ રહ્યા પછી ગળાફાંસા દ્વારા આપઘાત નું પગલું ભરી લીધું હતું. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.