જામનગરમાં એક તરુણી અને યુવાનની આત્મહત્યાના કિસ્સા

0
4

વધતા જતા આત્મહત્યાના બનાવ ચીંતાનો વિષય : જામનગર નજીક દરેડ અને લાલપુર ના પડાણામાં એક તરુણી અને એક યુવાનના ગળા ફાંસા દ્વારા આત્મહત્યા ના કિસ્સા

  • દરેડમાં રહેતી પર પ્રાંતિય તરુણીનો અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત

  • લાલપુરના પડાણામાં રહેતા શ્રમિક યુવાને આગમ્ય કારણસર ગળાફાંસા દ્વારા જીવ દીધો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૫, જામનગર નજીક દરેડ માં તેમજ પડાણામાં મકરસંક્રાંતિ જેવા તહેવારના દિવસે ગળાફાંસા દ્વારા આત્મહત્યા ના બે કીસ્સાઓ બન્યા છે, અને એક પરપ્રાંતિય તરુણી તેમજ એક યુવાને ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.મૂળ મધ્યપ્રદેશની વતની અને હાલ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની ૧૫ વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશી એ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.આ ઉપરાંત લાલપુર તાલુકાના પડાણામાં રહીને મજૂરી કામ કરતા તરુણ કુમાર સુકુમાર સાત્રા નામના ૩૭ વર્ષના બંગાળી યુવાને ગઈકાલે પોતાના રૂમમાં વાંસના બાબુ સાથે મફ્લર બાંધી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો.જે બનાવ અંગે તેની સાથે રહેતા રવિન્દ્રનાથ બંગાળી એ પોલીસને જાણ કરતાં મેઘપર પડાણા ના એ.એસ.આઈ.વી.સી. જાડેજા બનાના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આપઘાત નું પગલું ભરી લીધું, તે જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.