જામનગરના ગુલાનગરમાં 9 દિવસના બાળકને તરછોડે તે પહેલા સ્થાનિકોએ બોલાવી પોલીસ
બાળક ત્યજી દેનાર મહિલાના પતિ છેલ્લા 1 વર્ષથી MPની જેલમાં હોવાથી બાળકનો ઉછે૨ શક્ય “ન” હોવાથી હિમ્મત હારી.
બાળકનો ઉછેર શક્ય ‘ન’ બનતા મહિલા બની લાચાર: ગુલાબનગર પાસેનો બનાવ : માં ની વ્યથા
દેશ દેવી ન્યુઝ જામનગર 13.જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક અજાણી મહિલા તેનાં 9 દિવસના બાળક પ્રિન્સને રસ્તા પર મૂકી ચાલતાં થયાં ત્યાં સ્થાનિક લોકોએ તેમને જોઈ જતાં તેમને રોક્યા. ત્યારબાદ 181ની ટીમને કોલ કર્યો.
ગુલાબનગર પાસે અજાણી મહિલા દ્વારા બાળકને મૂકી દેવાની પેરવી કરતા સ્થાનીકોએ પકડી પોલીસ અને 181ની ટીમ સ્થળ પર પહોંચી બહેન સાથે વાત-ચીત કરતાં બહેનનાં જણાવ્યા પ્રમાણે તેઓ મૂળ મહારાષ્ટ્રના છે. તેઓના લવ મેરેજ છે. તેઓના પતિ 12 મહિનાથી એમ. પી. ની જેલમાં છે. તેમનું સાસરું નાની રાફુદળ છે. પરંતું તેઓ અલગ ધ્રોલ રહેતા હતા.
181ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ બહેન હવે તેમના બાળકને રાખવા માટે તૈયાર થયાં છે અને તેને તેની આ ભૂલ સમજાઇ ગઇ છે અને હવે તેને તેની આ ભૂલ માટે પસ્તાવો થાય છે. ફરી હાલ 181ની ટીમ કાઉન્સેલર પૂર્વી પોપટ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીતસિંહ વાઘેલા દ્રારા બાળકને ફરી ઍક નવું જીવન મળ્યું છે હાલ બાળક જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે..