જામ્યુકોની સામાન્ય સભામાં ભૂગર્ભ ગટર પ્રશ્ને સભ્યોની આકરી રજૂઆત : કોન્ટ્રાકટર ગાંઠતા નથી

0
2558

જામનગર મહાપાલિકાની સામાન્ય સભા માં ભૂગર્ભ ગટર પ્રશ્ને સભ્યોની આકરી રજૂઆત : કોન્ટ્રાકટર ગાંઠતા નથી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૯ ડીસેમ્બર ૨૩, જામનગર માં છલકાતી ભૂગર્ભ ગટર ના પ્રશ્ને આજ ની સામાન્ય સભા માં શાસક-વિપક્ષ ના સભ્યો એ ઉગ્ર રજૂઆતો કરી હતી.જો કે અધ્યક્ષ દ્વારા કોઈ આકરા પગલા નું ઉચ્ચારાયુ ન હતું જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા આજે મેયર વિનોદ ખીમસૂર્યા ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં પદાધિકારીઓ-કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.૧૪૦૪ આવાસ યોજનાના બાકી રહેલા લાભાર્થીઓને હપ્તા ભરવાની રકમમાં વ્યાજમાફીની મુદ્દત વધારવાની દરખાસ્તને સર્વાનુમત્તે બહાલી આ૫વામાં આવી હતી. તો આ ચર્ચામાં ભાગ લેતા ગોપાલ સોરઠીયા એ તેમજ આનંદ રાઠોડએ જણાવ્યું હતું કે નામ ટ્રાન્સફર થયા ન હોય તેવા કિસ્સામાં પણ આવાસ ધારક ને લાભ આપવામાં આવે તે જરૂરી છે. જ્યારે આનંંદ રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે શહેર ની અન્ય પણ કેટલીક જર્જરિત ઈમારતો અંગે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

આ પછી કોઈ એજન્ડા નહી હોવા થી અધ્યક્ષસ્થા નેથી એક દરખાસ્ત રજુ થવા પામી હતી. જેમાં સેક્રેટરીના હોદ્દાની મુદ્દત ૬ માસ માટે વધારવી જેને પણ સર્વાનુમત્તે મંજુરી આપવામાં આવી હતી. વિપક્ષના કાસમભાઈ જોખીયાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે અમારા વોર્ડમાં પેચવર્ક ના કામો કેમ થતા નથી ? તેને જવાબ અપાયો હતો કે કામ કરી આપવામાં આવશે. વિ૫ક્ષના અલ્તાફ ખફીએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આરોગ્યલક્ષી અમૃતમ કાર્ડ યોજનામાં મહા નગરપાલિકામાં ફરજ પર રહેલા નિયતિબેન નામનાં અધિકારી યોગ્ય જવાબ આપતા નથી. ફોન પણ ઉપાડતા નથી. તેના જવાબ માં જણાવાયું હતું કે તેઓ જિલ્લા પંચાયતમાંથી અહિં મુકવામાં આવ્યા છે. આ કર્મચારી ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. અથવા તો તેને પરત મોકલી નિલેષ ભટ્ટને કામગીરી સોંપવામાં આવે , કોર્પોરેટર જૈનબબેન ખફી એ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, ભૂગર્ભ ગટર ની યોગ્ય સફાઈ થતી નથી અને દર માસે ર૦ લાખનું ચુકવણું કોન્ટ્રાકટરને થઈ રહ્યું છે. આથી આ કામગીરી ખાતાકિય રીતે કરાવવી જોઈએ.

વોર્ડ નંબર ૧ર માં વરસાદી પાણી.ના નિકાલ ની કોઈ વ્યવસ્થા નથી અગાઉ સામાન્ય સભામાં ખોટો જવાબ અપાયો હતો કે કામ મંજુર થયું છે. વોર્ડ નંબર ૧ર અને ૧૬ માં થયેલ કામગીરીમાં લેવલ જાળવ્યું નથી એટલે કે કામ નબળુ છે. આ અંગે મેયરે સંબંધિત અધિકારીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. વિપક્ષ ના કોર્પોરેટર રાહુલ બોરીયા એ પણ વરસાદી પાણી ભરાવવાના મુદ્દે તથા ગટર છલકાવવા ના મુદ્દે પોતાના વોર્ડમાં લોકો પરેશાન થતા હોવાનું જણાવ્યું હતું.

વિપક્ષ ના નેતા ધવલ નંદા એ પ્રશ્નોતરીમાં ભાગ લેતા જણાવ્યું હતું કે આવાસ યોજનામાં તેમના પૈસા ની એફ ડી કરાવવાના બદલે તેમના પૈસા સોસા. ના બીલ ભરપાઈ કરવા માટે ખર્ચ કરી નાખવામાં આવ્યું છે.જો તેના પૈસાની એફડી કરાવી હોત તો વ્યાજની આવક મળી રહે. તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે આવાસ ધારકોએ એસોસિએશન બનાવવાનું હોય છે જે નહી બનાવતા તેમના લાઈટબીલ સહિતનો ખર્ચ કરવાની ફરજ પડી હતી.

વિપક્ષના કોર્પોરેટર કુરકાન શેખએ જણાવ્યું હતું કે, પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે. આ એજન્સીને ૪૦૦ વખત પેનલ્ટી કરી છે તો કડક પગલા શા માટે લેવાતા નથી ? તેના પ્રશ્નમાં શાસકપક્ષ ભાજપના કોર્પોરેટર કિશન માડમે પણ સુર પુરાવ્યો હતો અને ભૂગર્ભની ફરિયાદોનો યોગ્ય નિકાલ થતો નહીં હોવાનું જણાવ્યું હતું. જ્યારે ભાજપ ના જ કોર્પોરેટર જયરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી અતિ દુર્ગંધ આવે છે તો બે માસ માટે પ્લાન્ટ બંધ કરાવવો જોઈએ.

આ પછી વિપક્ષના રચનાબેન નંદાણીયાએ ગોકુલ મંડપ સર્વિસ દ્વારા ખોટા બીલો પાસ કરાવાયા હોય તેના સંચાલક કોણ છે ? તેનું નામ જાહેર કરવા માંગ કરતા સંજય સોરઠીયાનું નામ જાહેર થયું હતું, તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે તે ભાજપ સાથે સંકળાયેલ છે. જો કે સ્ટેન્ડીંગ ચેરમેન નિલેષ કગથરાએ દરમ્યાનગીરી કરી નિયમ મુજબ નિર્ણય લઈ કામ આપવામાં આવતું હોવાનો ખુલાશો કર્યો હતો. રચનાબેને એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટ્રાફિકના નામે રેંકડી-પથારાવાળા, ફેરીયા ને ત્રાસ આપવા માં આવે છે. આ મુદ્દે તેમણે આ ઉગ્ર રજુઆત કરતા સભા પૂર્ણ જાહેર કરી દેવાઈ હતી.