જામનગરમાં જાહેરમાં ઘાસચારો વેંચતા 169 આસામી સામે આકરી કાર્યવાહી

0
609

જામનગરમાં જાહેરમાં ઘાસચારો વેંચતા 169 આસામી સામે આકરી કાર્યવાહી

ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ – રસ્તા ઉપર ન છોડવા તાકીદ

ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગર શહેરમાં જાહેર રોડ – રસ્તાઓ ઉપર ગેરકાયદેસર રીતે ઘાસચારો વેંચાણ કરતા આસામીઓ વિરૂઘ્ધ મહાનગરપાલિકા દ્વારા ઘાસચારો જપ્તીકરણ તથા દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

જે અનુસંધાને છેલ્લા અઠવાડીયા માં કુલ 169 જેટલા આસામીઓનો ઘાસચારો જપ્ત કરી રૂ. 68000 વહીવટી ચાર્જનો વસુલાત કરવામાં આવેલ છે. તેમજ ચાલુ માસ દરમ્યાન જાહેર માર્ગો ઉપર રખડતા ભટકતા કુલ 149 જેટલા ઢોરોને પકડવામાં આવેલ છે. ઉપરાંત લાલપુર રોડ ઉપર જાહેરમાં ઘાસચારો વેંચાણ કરતા આસામીશ્રી લાલજીભાઇ રામજીભાઇ પરમાર વિરૂઘ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે. આગામી સમયમાં પણ શહેરમાં ઘાસચારો જપ્તીકરણ કામગીરી તેમજ ઢોર પકડવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે સઘન બનાવવામાં આવશે.

આથી ઢોર માલિકોને પોતાના માલિકીના ઢોરો જાહેર રોડ – રસ્તા ઉપર ન છોડવા તાકીદ કરવામાં આવે છે અને જાહેર રોડ-રસ્તા ઉપર ખાનગી માલીકીના ઢોરો પકડવાનો કિસ્સામાં આ ઢોરોને છોડવામાં નહી આવે. તેમજ ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં આવશે.