અજીબોગરીબ ઘટના : જામનગરમાં નીલગાય (રોઝડું)એ અશ્વને માતા માની : હવે જંગલમાં જવું ગમતું નથી

0
2097

જામનગરમાં અજીબોગરીબ ઘટના : નીલગાય એ (રોજડું) અશ્વને માતા માની : હવે તેને જંગલમાં જવું ગમતું નથી

  • તાજા જન્મેલા નિલગાયના બચ્ચાને ફોરેસ્ટ વિભાગે રેસ્કયું કરી જીવદયા પ્રેમીને સોપ્યું હતું
  • અશ્વ (ઘોડી) એ પોતાના બચ્ચાની જેમ સ્તનપાન કરાવી તેનો ઉછેર કરી મોટું કર્યું
  • રોઝનું જુંડ ખેતરોમાં પડે તો એક જ રાતમાં ઉભા પાકને નષ્ટ કરી મેદાનમાં તબદીલી કરવાની ક્ષમતા ધરાવે છે.
  • જીવદયાપ્રેમી ધવલ રાવલ દ્વારા અનેક બિમાર પશુ-પક્ષીઓની સારવાર કરી કુદરતના ખોળે મુક્ત કર્યાં

દે છે.શ દેવી ન્યુઝ જામનગર તારીખ 27 જૂન 23 જામનગરમાંએક અજીબો ગરીબ ઘટના બની છે જેમાં નીલ ગાય(રોઝ)નું બચ્ચું તેની માતાથી વિખોટુ પડી ગયા બાદ એક ઘોડીનું દૂધ પીને મોટું થયું છે તે ઘોડીને જ પોતાની માતા માનીને તેની સાથે રહે છે આ કિસ્સાએ વન્ય જીવ પ્રેમીઓને પણ આશ્ચર્યમાં મૂકી દીધા છે.જામનગર શહેરના ભાગોળે આવેલા નાગના ગામે આવેલા સૂર્યરાજ ફાર્મ હાઉસમાં ઘોડીનો ઉછેર કરવામાં આવતો હતો. દરમિયાન ત્યાં માતાથી વિખૂટુ પડેલું રોઝડાનું બચ્ચુ આવી ચડ્યું હતું અને નાની ઉંમરમાં જ તે ઘોડીના સંગાથે રહેવા લાગ્યું હતું અને ઘોડીને બચ્ચુ (વછેરુ) થતાં તે ધાવણ ધાવતું હતું તો નીલ ગાયનું આ બચ્ચુ પણ ઘોડીનું દૂધ પીવા લાગ્યું હતુંઆશ્ચર્યની વાત તો એ થઈ કે, ઘોડીએ આ બાબતે કોઈપણ જાતનો વિરોધ દર્શાવ્યો નહીં અને પોતાના દીકરાની જેમ ઉછેરવા લાગી, સમય જતાં રોઝડાનું આ બચ્ચુ જંગલમાં જવાના બદલે ત્યાં જ રોકાઈ ગયું હતું અને ઘોડી સાથે તેની મા સમજીને રહેવા લાગ્યું અને તેની સાથે જ ઘોડી જે ખાઈ તે બધી જ વસ્તુઓ ખાવા લાગ્યું. દિવસે આજુબાજુના ખેતરોમાં ચક્કર મારી રાત પડેને બચ્ચુ ઘોડીના રૂમમાં આવી જાય અને તેની સાથે સૂઈ જાય છે.આ અજીબો ગરીબ ઘટનાથી વનજીવપ્રેમીઓ પણ અચંબિત થઈ ગયા છે. કારણ કે, રોઝડુ એ જંગલનું પ્રાણી છે અને તે આવી રીતે રહે તે શક્ય નથી. બીજુ ઘોડી રોઝડાના બચ્ચાને પોતાનું બચ્ચુ માની તેની દેખરેખ કરે તે પણ અત્યંત અચંબિત કરનારી ઘટના છે.