રાજ્ય સરકારનો નિર્ણય : માજી સૈનિકોને એક કરોડની સહાય અને દારૂની પરમીટ માંથી મુક્તિ

0
3417

જામનગરના ગાંધીનગર ખાતે હાલાર માજી સૈનિક મંડળની કારોબારી યોજાઈ :

  • શહીદ વિરોને ઉચ્ચ સહાય સાથે પરીવારજનોને આજીવન પેન્શન તથા દારૂની પરમીટ લેવામાંથી મુક્તિ સહિતની માગણી સ્વીકારતા માજી સૈનિકોમાં હરખની હેલી
  • હવેથી દારૂની પરમીટ બનાવવાની કે ફી ચૂકવાની રહેશે નહી કાર્ડ ઉપરથી મેળવી શકાશે.
  • માજી સૈનિકોને “સાંસદ વિર વંદના” પ્રસન્નતાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. oપ સપ્ટેમ્બર ૨૨ જામનગર શહેરના ગાંધીનગર ખાતે હાલાર માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને કારોબારી મીટીંગ યોજાઇ હતી તેમાં માજી સૈનિકોએ રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો હતોરાજ્ય સરકાર દ્વારા ગુજરાતના માજી સૈનિકોને અગાઉ રૂપિયા એક લાખની સહાય આપવામાં આવતી હતી તે વધારીને એક કરોડ રૂપિયા સુધી કરાઇ હતી અને દારૂની પરમિટ બનાવવા માટે જે ફી ચૂકવવામાં આવતી તેમાંથી પણ મુક્તિ આપવામાં આવતા માજી સૈનિકો આનંદની લાગણી ફેલાઇ હતીસરકાર દ્વારા માજી સનિકોના પરીવારજનોને પાંચ લાખ સુધીની ઉચ્ચ સહાયની જાહેરાત કરાઈ હતી અને તેના ધર્મપત્ની કે પરીવારજનોને આજીવન પેન્સનની જાહેરાત પણ કરવામાં આવી હતી વધુમાં કોઈ પણ સૈનિક પોતાના કાર્ડ ઉપરથી દારૂ મેળવી શકશે. આ  કારોબારી મીટીગમાં બહોળી સંખ્યામાં માજી સૈનિકો ઉપસ્થિત રહતા હતા.