જામનગર મનપાના નવા સેટઅપને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી : કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર વધશે

0
1846

જામનગર મહાનગરપાલિકાના નવા સેટઅપને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરીઃ કોન્ટ્રાક્ટ બેઈઝ કર્મચારીઓના પગાર વધશે

  • મહાનગરપાલિકા તરફથી ૪૪ ખેડૂતો ને ૧૪૪ લાખ નું વળતર ચૂકવવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ જાન્યુઆરી ૨૪ , જામનગર મહાનગરપાલિકા દ્વારા પાણીની પાઈપલાઈન નાખવા માટે ઉપયોગ કરાયેલ ૪૪ ખેડૂતોની જમીન અન્વયે રૃા. ૧૩૬ લાખનું વળતર ચૂકવવામાં સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો છે. જ્યારે નવું સેટઅપ મંજૂર કરવાની દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભામાં મોકલવામા આવશે.

જામનગર મહાનગર-પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન નિલેષ કગથરા ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ૧૧ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર વાય. ડી. ગોહિલ, ઈચા. આસિ. કમિશનર (ટેક્ષ) જિજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ભૂગર્ભ બોક્સ ગટરની સફાઈ પાવર બેકેટ મશીન થી કરવાની દરખાસ્ત અન્વયે રૂ. ૨૫ લાખ ૩૦ હજાર મંજૂર કરાયેલ છે. પ્રોવાઈડિંગ સપ્લાયિંગ, લેવલિંગ, લેઈંગ, ટેસ્ટિંગ એન્ડ કમિશનિંગ ઓફ ૧૦૦૦ એમ એમ ડાયા ની ૭.૧ કિ.મી. ડી.આઈ. પાઈપ લાઈન કે-૯ રણજિતસાગર ડેમ થી મેઈન પમ્પ હાઉસ ફિલ્ટર પ્લાન્ટ સુધી ના કામ માટે ખેડૂતો ને વળતર ચૂકવવા રૂ. ૧૩૬ લાખ નો ખર્ચ મંજૂર કરાયો હતો. વોર્ડ નં. ૧-૬-૭ માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ટ્રાફિક વર્કના કામ માટે ૨ લાખ, વોર્ડ નં. ૫-૯-૧૩-૧૪ માં જુદી-જુદી કંપનીના અન્ડરગ્રાઉન્ડ કેબલ-ગેસ પાઈપલાઈન, વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચ માં સીસી ચિરોડા કરવા રૂ. ૧૦.૯૨ લાખ નો ખર્ચ અને વોર્ડ નં. ૧-૬-૭ માં કેનાલ બ્રિજ ના સ્ટ્રેનધનિંગ એન્ડ અપગ્રેડેશેનના કામ માટે રૂ. ૫ લાખmનો ખર્ચ મંજૂર કરાયો છે. જાડા ની ૧૦૦ ટકા ગ્રાન્ટ અન્વયે ઢીંચડા માં પાણીના ટાંકા પાસે કોમ્યુનિટી હોલ બનાવવાના રૂ. ૩૪ લાખ ૪૮ હજાર, કોન્ટ્રાક્ટ બેઇઝ.થી કામ કરતા ૧૧૦ કર્મચારીઓને મહેનતાણા માં પાંચ ટકા નો પગાર વધારો કરવાની દરખાસ્ત અન્વયે ૧૦ ટકાનો વધારો કરવા નિર્ણય લેવાયો હતો. હરિયા કોલેજ રોડ, સાંઢિયા પુલ થી કનસુમરા સુધી ૧૮ મીટર પહોળા રેલવે ટ્રેક ને સમાંતર ડી.પી. રોડ બનાવવા ની દરખાસ્ત નો સૈદ્ધાંતિક સ્વીકાર કરાયો છે.

જામનગર મહાનગર-પાલિકામાં મંજૂર થયેલ રિવાઈઝ્ડ સેટઅપમાં સુધારો કરવાની દરખાસ્તનો સ્વીકાર કરાયો હતો. જેમાં વર્ગ ૧ ની ૧૪ જગ્યા (ડે. કમિશનર, આસી. કમિશનર, મેડિકલ ઓફિસર, સિટી ઈજનેર, એક્ઝિ. એન્જિ. (ડ્રેનેજ), કાર્યપાલક ઈજનેર (પર્યાવરણ અને ઈલેક્ટ્રીક) વર્ગ-૨ ની ૧૦૭ જગ્યા, વર્ગ -૩ ની ૧૯૩ અને ૪૭૩ જગ્યા અને વર્ગ-૪ ની ૩૯૦ જગ્યાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઓડિટ શાખાનું ૨૭ જગ્યાનું સેટઅપ તથા સેક્રેટરી શાખાનું ૩૬ જગ્યા ના સેટઅપ નો સમાવેશ થાય છે. આ તમામ દરખાસ્તનો સ્વીકાર કરી આખરી મંજૂરી માટે સામાન્ય સભા તરફથી મોકલી આપવામાં આવનાર છે. આજ ની બેઠક માં કુલ રૂ. ૨ કરોડ ૧૩ લાખ ના ખર્ચ ને બહાલી આપવા માં આવી હતી.