જામનગરમાં ધો. ૧૦ ની પરીક્ષા માં ૨૦૭ પરીક્ષાર્થી ગેરહાજર:ધો.૧૨ માં બંને માધ્યમ ના કુલ ૫૯ ગેર હાજર
દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૧૧ માર્ચ ૨૪, ધો. ૧૦ અને ધો.૧૨ ની પરીક્ષાઓ નો આજ થી પ્રારંભ થયો છે. જામનગર માં આજે પ્રથમ પેપરમાં ધો.૧૦ માં ર૦૭ અને ધો.૧૨ માં ૫૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.આજ થી ધો. ૧૦-૧ર ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. સવારના સેશનમાં ધો. ૧૦ ની પરીક્ષા લેવામાં આવી રહી છે. આજે પ્રથમ પેપરમાં જામનગરમાં ગુજરાતી માધ્યમમાં ગુજરાતી વિષયનું પેપર લેવાયું હતું. જેમાં ૧૧,૭૮૮ હાજર અને ૧૯પ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. હિન્દી માધ્યમમાં હિન્દીના પેપરમાં ૭૯ હાજર અને ૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં. અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીનું પેપર લેવાયું હતું જેમાં ૧૯૬૪ હાજર અને ૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતાં, જ્યારે સંસ્કૃત માધ્યમની ૫રીક્ષામાં સાહિત્યનું લેવાયું હતું. જેમાં તમામ ૩પ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતાં. આમ આજે કુલ ૧૭,૮૬૬ હાજર અને ર૦૭ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.બપોરે ધો.૧૨ માં ( સામાન્ય પ્રવાહ ) માં નામાં નાં મૂળ તત્વ નું પેપર લેવાયું હતું.જેમાં ૫૯૫૦ હાજર અને ૩૯ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા .જ્યારે વિજ્ઞાન પ્રવાહ મા ભૌતિક વિજ્ઞાન નું પેપર લેવામાં આવ્યું હતું.જેમાં ૧૯૯૩ હાજર અને ૨૦ વિદ્યાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.આજે ગેરરીતિ નો કોઈ કેસ નોંધાયો ન હતો.અને શાંતિ પૂર્ણ માહોલ મા આજ નું પેપર સંપન્ન થયું હતું.