જામનગરમાં સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખના પુત્રોનો યુવાન ઉપર હુમલો : સામસામી ફરીયાદ

0
8169

જામનગરમાં મસિતીયાના યુવાન ઉપર ૬ શખ્સોનો જીવલેણ હુમલો : સામાવાળાએ તોડફોડની વળતી ફરિયાદ નોંધાવી

  • પૈસાની લેતી-દેતી કારણભૂત : સામસામી ફરીયાદ
  • સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખે ઓફિસ તથા કારમાં તોડફોડની ૪ સામે નોંધાવી ફરિયાદ

આરોપી : (૧) આરીફ જુમાભાઈ ખફી (૨) અસરફ જુમાભાઈ ખફી (૩) ફીરોજ ઉર્ફે ટીટી નશરૂદીન ખફી (૪) રફીક નશરૂદીન ખફી (૫) અફઝલ બંટી રહે. બધા જામનગર (૬) એક અજાણ્યો માણસ

આરોપી:- (૧) અયુબ દોસમામદ (૨) હાજી અયુબ (૩) હાજી ખફી રહે મસીતીયા (૪) શીવો

દેશ દેવી ન્યુઝ તા. ૦૨ માર્ચ ૨૩ જામનગરમાં મોરકંડા પાસે જૂની અદાવતનો ખાર રાખી હાજીભાઈ હમીરભાઇ ખફી નામના યુવાન ઉપર ૬ શખ્સો તલવાર, ધોકા પાઇપ જેવા તિક્ષણ હથીયારો સાથે ટુટી પડતા નાસભાગ મચી ગઈ હતી અને હાજી ખફીને લોહીલુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલ ખસેડાયો હતો જેને લઇ ભાર ચકચાર મચી જવા પામી હતી

પોલિસ સુત્રમાંથી જાણવા મળતી માહિતી મુજબ ગઇકાલ રાત્રે પૈસાની લેતી-દેતી મામલે મસીતીયા ગામના હાજી ખફી નામના યુવક ઉપર આરીફ ખફી અને અશરફ સહિતના ૬ શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો

ફરીયાદી હાજી ખફી તથા આરીફ જુમાભાઈ ખફીને પાંચેક મહીના પહેલા રૂપીયાની લેતી દેતી હતી તે હીસાબ પુરો થઈ ગયેલ તેમ છતા વધુ રૂપીયા આપવાની ઉઘરાણી કરી ઉપરોક્ત તમામ આરોપીઓ એકસંપ થઈ બે કારમા આવી ગે.કા. મંડળી રચી હાથમા પ્રાણધાતક હથિયારો ધારણ કરી અને આરોપી આરીફ તથા અશરફએ હાથમા તલવાર તથા ફીરોજ ઉર્ફે ટીટી નશરૂદીન ખફીએ તથા તેના ભાઈ રફીક નશરૂદીન ખફીએ હાથમા પાઈપ તથા અફઝલ બંટી તથા અજાણ્યા માણસએ હાથમા લાકડાની હોકીઓ લઈ આવી ફરીયાદી હાજીને માર મારી જમણા હાથ તથા પગમા ફેકચર તથા જમણા હાથના આગળામા તથા ગાલ ઉપર ઈજાઓ કરી તથા શરીરે મુંઢ ઈજાઓ કરી ભુડી ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી,ફરીયાદીની કારમા નુકસાન કરી ભાગી છૂટ્યા હતા

બીજી બાજુ મસીતીયાના હાજીભાઈ હમીરભાઇ ખફી સહિત ચાર શખ્સોએ આરીફ ખફીની ઓફિસ તથા કારમાં તોડફોડ કર્યાંની સીટી-એ ડિવિજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે બંનેની સામસામી ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી છે.

આથી પંચ-બી પોલીસે IPC કલમ -૩૨૫ ,૩૨૪ ,૩૨૩, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯,૨૯૪(ખ), ૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫(૧) મુજબ રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનોં નોંધી આગળની કાર્યવાહી PSI એમ.બી મોરી તથા સ્ટાફના ધમભા ઝાલા, મહાવિરર્સિહ જાડેજા તથા નિર્મળર્સિહ જાડેજા ચલાવી રહ્યા છે.