પટેલ કોલોનીમાંથી વહેલ માછલીના દુર્લભ દ્રવ્ય સાથે બાવાજી શખ્સને ઝડપી લેતી એસ.ઓ.જી

0
1606

જામનગરમાંથી પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ખંભાળિયાનો શખસની ધરપકડ.

અંદાજીત રૂા. એક કરોડનો કિંમતની દ્રવ્ય જપ્ત કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલાયો..

દેશ દેવી ન્યુઝ જામનગર 31. જામનગર એસ.ઓ.જી. પોલીસ દ્વારા રવિવારે પટેલ કોલોની વિસ્તારમાંથી કંભાળીયાના એક વ્યક્તિને પ્રતિબંધિત એમ્બ્રગ્રીસ (વ્હેલ માછલીની ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આશરે એકાદ કરોડ જેટલી કિંમતી આ દ્રવ્ય કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર એસઓજી પોલીસે આજે પટેલ કોલોની વિસ્તારમાંથી દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે રહેતા ભાવેશગીરી અરવિંદગીરી ગોસ્વામી નામના વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.આ વ્યક્તિના કબ્જામાંથી એકાદ કરોડ રૂપિયાની કિંમતનું વ્હેલ માછલીનું એમ્બરગ્રીસ (ઉલટી) સાથે ઝડપી લીધો હતો. આ દ્રવ્યની હાલ બજાર કિંમત 1 કરોડ રૂપિયા કરતા પણ વધારે થાય છે. એસઓજીએ આ વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરીને આ રેકેટના મુળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે. જામનગર પોલીસના ઇતિહાસમાં પહેલીવાર એમ્બરગ્રીસના જથ્થાને ઝડપી લઇને લેબમાં પરીક્ષણ માટે મોકલી આપ્યો છે.એમ્બરગ્રીસ જેનો ફ્રેન્ચ અર્થ ગ્રેએમ્બર થાય છે, તે મીણ જેવો પદાર્થ હોય છે. જે સંરક્ષિત વ્હેલના પાચન તંત્રમાંથી ઉદ્ભવે છે. જ્યારે માછલીના પેટમાં અપચો થાય ત્યારે તે ઉલટી કરે ત્યારે આ પદાર્થ ઉલટી સાથે બહાર આવી જાય છે. આ એમ્બરગ્રીસ ખુબ જ તિવ્ર અને મજબુત દરિયાઇ ગંધ ધરાવે છે.આ એમ્બરગ્રીસ શરૂઆતી તબક્કામાં પીળા કલરનું હોય છે. જેમ જેમ પાકે છે તેમ તેમ તે કથ્થાઇ કલરનું બને છે. આ એમ્બરગ્રીસ દરિયાઇ ગંધ ધરાવતું હોવાથી તેની માંગ રહે છે.