જામનગર ધ્રોલ પાસેથી નશીલા પદાર્થના બે વિક્રેતાઓને ઝડપી લેતું SOG

0
4092

જામનગરની એસ.ઓ.જી. શાખાનું ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ અભિયાન હાથ ધરાયું:વધુ બે નશીલા પદાર્થના વિક્રેતાઓ ને ઝડપી લેવાયા

  • જામનગર- રાજકોટ હાઇવે રોડ પર ધ્રોળ નજીકથી બે કિલો નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે ધ્રોળ અને જામનગરના બે શખ્સોની અટકાયત: વધુ પૂછપરછ હાથ ધરાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ એપ્રિલ ૨૪ જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કર્યું છે, જેના અનુસંધાને એસ.ઓ.જી. ની ટુકડીએ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર વોચ ગોઠવી નશીલા પદાર્થ બે કિલો જેટલા ગાંજા ના જથ્થા સાથે ધ્રોળ અને જામનગર તરફ આવી રહેલા બે શખ્સોને અટકાયતમાં લઈ લીધા છે, અને તેઓ પાસેથી બે કિલોથી વધુ ગાંજાનો જથ્થો કબજે કરી લીધો છે.

જામનગરની એસ.ઓ.જી. શાખાના પી.આઇ. બી.એન. ચૌધરી ની ટીમ દ્વારા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, અને નસીલા પદાર્થ ના વિક્રેતાઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે.જે અંતર્ગત ગઈકાલે મોડી રાત્રે જામનગર રાજકોટ ધોરી માર્ગ પરથી બે શખ્સો ની અટકાયત કરી લેવામાં આવી છે.

એસ.ઓ.જી શાખા ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે ધ્રોલમાં રહેતો શાહ નવાજ ઇબ્રાહીમભાઇ શાહમદાર તેમજ જામનગરમાં રહેતો જાવીદ હાજીભાઈ ચાવડા કેજેઓ રાજકોટ તરફથી નસીલા પદાર્થ ગાંજાનો જથ્થો લઈને ધ્રોળ- જામનગર તરફ આવી રહ્યા છે, જે બાતમીના આધારે જામનગર જિલ્લાના ધ્રોલ રાજકોટ હાઇવે રોડ પર આવેલી એક ખાનગી હોટલ પાસે વોચ ગોઠવી હતી.

જે હોટલ પાસે બંને સક્ષો ઉતરવાના છે, તેવી બાતમી પરથી મોડી રાત્રે વોચગોઠવી મોડી રાત્રે બંનેને ઝડપી લેવાયા હતા, તેઓ બંનેના કબ્જામાંથી માદક પદાર્થ બે કિલો ગાંજા નો જથ્થો મળી આવ્યો હતો, જેથી એસ.ઓ.જી. ની ટુકડી એ વીસ હજાર રૂપિયાની કિંમતનો ગાંજો અને તેના મુદ્દામાલ સહિતની રૂપિયા ૩૦,૭૦૦ ની માલમતા કબજે કરી છે, અને બંને સામે ધ્રોલ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવી બંનેની વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.