કલ્યાણપુરના મેઘપર ટીટોડીમાં પિતા પુત્ર પર છ શખ્સોનો હુમલો.
ભાટીયા: કલ્યાણપુરના મેદ્યપર ટીટોડીમાં પિતા પુત્રને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં છ શખસો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. ફરીયાદમાં મેઘપર ટીટોડી ગામે રહેતાં કેશુરભાઈ નથુભાઈ ડાંગર (ઉ.વ.50) નામના આઘેડે જણાવ્યું છે કે, અમારી વાડીની બાજુમાં વજશી કાનાભાઈ છુછરની વાડી આવેલી છે ત્યાંથી હું તેમને પુછયાં વગર બે ફુવારા લઈ આવ્યો હતો જેનો ખાર રાખી વજશી છુછર, દેવાત જગા છુછર , અરશી રામા છુછર, કાના દેવા છુછર, હેભા કાના છુછર બધાએ સાથે મળી મને તથા મારા દિકરા આડેધડ ધોકા વડે મારમારી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આઘેડની ફરીયાદ પરથી કલ્યાણપુર પોલીસે છ શખસો સામે ગુનો નોધી શોધખોળ હાથ ધરી છે.