શોશિયલ મીડીયામાં સિંધી સમાજ વિરૂદ્ધ ટીપ્પણી કરતા સમાજના યુવાનો ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા યુવતિએ ઝુલેલાલ મંદિરમાં માફી માગી લેતા મામલો થાળે.
ચેટીચાંદની શોભાયાત્રા અંગે ટિપ્પણી કરાતા સિંધી સમાજ ખફા: સોશિયલ મીડિયામાં તસ્વીર પોસ્ટ કરી ટિપ્પણી કરી હતી. દેશ દેવી ન્યુઝ જામનગર 04. શહેરમાં ચેટીચાંદની શોભાયાત્રા અંગે યુવતિએ ટિપ્પણી કરતા સિંધી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે . સમાજના યુવાનો ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા હતાં . મોબાઇલમાં તસ્વીર લઇ યુવતીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરી ટિપ્પણી કરી હતી .
જામનગર શનિવારે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાની તસ્વીર એક યુવતીએ સીંધી સમાજને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શોભાયાત્રાથી અવાજ થતો હોવા સહિતની વાંધાજનક ટીપ્પણી કરી હતી.આથી સિંધી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને સિંધી સમાજના યુવાનો રવિવારે સિટી – એ ડિવિજન પોલીસ મથકે યુવતી સામે ફરિયાદ કરવા દોડી ગયા હતા.