Home Gujarat Jamnagar જામનગર નજીક અકસ્માતમાં સિક્કાના માતા પુત્રીના અંતરિયાળ મૃત્યુ

જામનગર નજીક અકસ્માતમાં સિક્કાના માતા પુત્રીના અંતરિયાળ મૃત્યુ

0

જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પાસે કાળમુખા ડમ્પર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં સિક્કાના માતા પુત્રીના અંતરિયાળ મૃત્યુ

  • જામનગર થી સિક્કા નું દંપત્તિ પરત જતું હતું ત્યારે નડ્યો અકસ્માત: બાઈક ચાલક ગંભીર હાલતમાં સારવાર હેઠળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૦ મે ૨૪, જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર વસઇ ગામની ગોલાઈ પાસે મોડી સાંજે ગોઝારો અકસ્માત બન્યો હતો. સિક્કા નું દંપતિ ૬ વર્ષની પુત્રીને લઈને જામનગર થી પરત ફરી રહ્યું હતું, દરમિયાન કાળમુખા ડમ્પરે બાઈક ને ઠોકરે ચડાવતાં માતા પુત્રીના અંતરિયાળ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે પતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. સિક્કા પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવે છે. આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના સિક્કા ગામમાં રહેતા જુસબભાઈ સુલેમાનભાઈ ઉંમર બસર (ઉ.વ.૪૦) કે જેઓ પોતાના પત્ની મેમુનાબેન (૩૫ વર્ષ) અને પુત્રી આમના (૬વર્ષ) બાઈકમાં બેસાડીને જામનગર આવ્યા હતા, અને સાંજે જામનગર થી સિક્કા પરત ફરી રહ્યા હતા.તેઓનું બાઈક સાંજે ૭.૦૦ વાગ્યાના આરસામાં વસઈ ગામની ગોલાઈ પાસે પહોંચ્યું હતું, દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ના ચાલકે બાઈકને હડફેટેમાં લઈ લેતાં ગોજારો અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક ની પાછળ બેઠેલા મેમુનાબેન જુસબભાઈ (ઉંમર વર્ષ ૩૫) અને પુત્રી આમના (ઉંમર વર્ષ ૬) બંનેના ઘટના સ્થળેજ કમકમટી ભર્યા મૃત્યુ નીપજ્યા હતા, જયારે બાઈક ચાલક જુસબભાઈ બસર ને ગંભીર ઇજા થઈ હોવાથી તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ પટેલ બનાવ ના સ્થળે તેમજ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

NO COMMENTS

error: Copying and use of the content of the website is considered as illegal activity.
Exit mobile version