જામનગર માં કડીયા પ્રૌઢની આત્મહત્યામાં ચોકાવનારો ખુલાસો : દંપતિ સામે ફોજદારી

0
4309

જામનગરના સોનલ નગરમાં રહેતા કડિયા પ્રૌઢ ની ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેવાના પ્રકરણમાં ચોકાવનારો ખુલાસો

  • ખોડિયાર કોલોનીમાં રહેતા એક દંપત્તિના ત્રાસ અને પૈસા પડાવી લીધા હોવાથી ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધાનું ખુલ્યું

  • મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ ના આધારે જામનગરના દંપતી સામે પોલીસે દુષપ્રેરણા અંગે ગુનો નોંધ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ જુલાઈ ૨૪, જામનગર ના સોનલ નગર વિસ્તારમાં રહેતા અને કડિયા કામ કરતા એક પ્રોઢે તાજેતરમાં જામનગર નજીક મોરકંડા ગામે આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકે લખેલી પાંચ પાનાની સુસાઇડ નોટ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા એક દંપત્તિના ત્રાસ ને કારણે અને પૈસા પડાવી લીધા હોવાથી આત્મહત્યા કરી લીધાનું જાહેર થયું છે, અને પોલીસે મૃતક પ્રૌઢને આત્મહત્યા કરવા માટેની દુષપ્રેરણા આપવા બાબતે દંપત્તિ સામે ગુન્હો નોંધ્યો છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે કે જામનગર ના ખોડીયાર કોલોની નજીક સોનલ નગરમાં રહેતા અને કડિયા કામની મજૂરી કરતા કાનજીભાઈ સોઢા નામના ૫૨ વર્ષના ખવાસ જ્ઞાતિના પ્રોઢ એ ગત ૧૭.૬.૨૦૨૪ ના રોજ પોતાના ઘેરથી નીકળી જઇ મોરકંડા ગામ નજીક ઈલેક્ટ્રીકના બે પોલની વચ્ચે દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા કે જેને મૃતકના ખિસ્સામાં થી પાંચ પાનાની સુસાઇડનોટ મળી આવી હતી. જે પોલીસ સમક્ષ રજૂ કરી હતી. તેમાં જાહેર કરાયા અનુસાર મૃતક કાનજીભાઈ કે જેઓએ જામનગરના ખોડીયાર કોલોની વિસ્તારમાં રહેતા સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ ના મકાન નું કામ કર્યું હતું, જેના ૯૫,૭૩૦ લેવાના બાકી હતા. આ ઉપરાંત મૃતક કાનજીભાઈ ને ફોસલાવીને ઉપરોક્ત દંપતીએ રૂપિયા સાડા ચાર લાખ પડાવી લીધા હતા.

જે તમામ રકમની માંગણી કરવા જતાં દંપતિએ પૈસા આપ્યા ન હતા, અને કાનજીભાઈ ને માર માર્યો હતો. તેથી તેઓ પોતાના ઘેર પરત આવ્યા પછી ગુમસુમ બની ગયા હતા, અને ત્યારબાદ ૧૭મી તારીખે પોતાનું ઘર છોડીને મોરકંડા ગામે જઈ આપઘાત કરી લીધો હતો.

સિટી એ. ડિવિઝન પોલીસે મૃતક કાનજીભાઈ ના પુત્ર નિલેશ સોઢા ની ફરિયાદ ના આધારે ખોડીયાર કોલોની વિસ્તારના દંપત્તિ સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા સામે દુષપ્રેરણાં અંગે ની કલમ ૩૦૬ અને ૧૧૪ મુજબ ગુન્હો નોંધ્યો છે. આ બનાવને લઈને ખોડીયાર કોલોની વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે.