જામનગરમાં કંપાવનારી ઘટના : માતાની સામે પ્રેમીનો ખૂની ખેલ : પાંચ વર્ષની બાળાનો હત્યાનો પ્રયાસ

0
4169

જામનગરમાં તીરૂપતિ પાર્ક સોસાયટી વિસ્તારમાં ફિટકાર જનક ઘટના

  • પ્રેમિકા ની પાંચ વર્ષ ની પુત્રી ને પ્રેમીએ પેટમાં બટકા ભરી ને વેલણ થી માથામાં પ્રહાર કરી હેમરેજ કરી નાખ્યું
  • માતાની સામે પ્રેમીએ ખૂની ખેલ ખેલ્યો : છતાં પસ્તાવો નહી, ભારે ફિટકાર
  • ભદ્ર સમાજનો અભદ્ર બનાવ : માસુમ બાળા દર્દથી ચિખતી રહી, હેવાનને દયા ન આવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૩ નવેમ્બર ૨૩ જામનગર માં પ્રેમ સંબંધ માં લગ્ન કરવા માટે યુવા પરણીતા ની પાંચ વર્ષ ની પુત્રી આડખીલી રૂપ બનતી હોવા થી હેવાન બનેલા યુવકે બાળકી ને પેટ મા બટકા ભર્યા હતા. અને વેલણ વડે ફટકારતાં તેણી ને માથામાં હેમરેજ સહિત ની ઈજા પહોંચી હતી. આ અંગે બાળકી ની માતા એ પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા પ્રયાસની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.આ ફિટકાર જનક બનાવની વિગત એવી છે કે જામનગર ના ગાંધીનગર વિસ્તારમાં શંકર ના મંદિર પાસે રહેતા વીરેન જાનકીદાસ રામાવત નામના યુવાન ને શહેરના ઢીચડા રોડ, તિરુપતિ પાર્ક માં એક ભાડા ના મકાન માં રહેતી ૨૬ વર્ષ ની પરણીતા એવી પાંચ વર્ષ ની પુત્રી ની માતા સાથે પ્રેમ સંબંધ હતો. અને વીરેન ને તેણી સાથે લગ્ન કરવા હતા, પરંતુ તેની પાંચ વર્ષની પુત્રીને સાથે રાખવા માગતો ન હતો. પરંતુ તેણીએ પોતાની પુત્રીને સાથે રાખવાની જીદ કરતાં ગઈકાલે સાંજે આરોપી વિરેન રામાવતે પાંચ વર્ષની બાળકી ને પેટમાં બટકા ભર્યા હતા, અને વેલણ થી હાથ માં, પગ માં, અને માથા માં હુમલો કર્યો હતો.આ બનાવમાં બાળકી ને માથા માં હેમરેજ સહિતની ઈજા થઈ હતી. આથી બાળકી ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ બનાવ અંગે બાળકી ની માતા એ આરોપી વીરેન રામાવત સામે પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે IPC કલમ ૩૦૭, ૩૨૩ મુજબ  હત્યા પ્રયાસ ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ચૌધરી આ કેસ ની વધુ તપાસ ચલાવી રહ્યા છે.