છોટીકાશી’ના શ્રી બાલા હનુમાન મંદિરનો ષષ્ઠી પૂર્તિ પાટોત્સવ યોજાયો

0
1294

છોટીકાશી’ના શ્રી બાલા હનુમાન મંદિરનો ષષ્ઠી પૂર્તિ પાટોત્સવ : મહાઆરતી સહિતના ધર્મકાર્ય યોજાયા

  • ગીનેશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન પામેલી અખંડ રામધૂનને ૬ દાયકા પૂર્ણઃ ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧ ઓગસ્ટ ૨૪ ‘છોટીકાશી’ કહેવાતા જામનગરમાં તળાવની પાળ પાસે આવેલા શ્રી બાલા હનુમાન મંદિરે બ્રહ્મલીન પૂ. પ્રેમભિક્ષુજી મહારાજ પ્રેરિત અખંડ રામધૂનનો ૧ ઓગસ્ટ ૧૯૬૪ માં આરંભ થયો હતો. જે પછી આજ દિન સુધી સતત ‘શ્રી રામ જય રામ જય જય રામ’નો નાદ ગુંજી રહ્યો છે. જેને પગલે મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે.

યુદ્ધ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, ભૂકંપ અને કોરોના જેવી મહામારીના કપરા કાળમાં પણ રામ નામનો બ્રહ્મનાદ અવિરત ગુંજતો રહ્યો છે. આજે અખંડ રામધૂન નો ૬૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ થતા ષષ્ઠીપૂર્તિ પાટોત્સવ નિમિત્તે ભગવાનની વિશેષ શણગાર અને ભોગ અર્પણ કરવામાં આવ્યા હતાં. તેમજ સાંજે ૭:૩૦ કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભકતો જોડાયા હતા. બાલા હનુમાન ટ્રસ્ટ ના પ્રમુખ જીતુભાઈ લાલ નાં માર્ગ દર્શન મુજબ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું હતું.