મનપાના ઢોર ડબ્બામાંથી 162 પશુઓ છોડાવાના ગુનામાં 6 આરોપીને જામીન મુક્ત કરતી સેસન્સ કોર્ટ

0
1763

જામનગર મહાનગરપાલિકાએ ગોલ્ડન સિટી પાસે બનાવેલ પશુ વાડામાં પશુપાલકોનું ટોળું ત્રાટક્યું વાડામાં તોડફોડ કરી ૧૬૨ ઢોર છોડાવી ગયા હતા

  • ૧૬૨ ઢોરને JMC ના વાડામાંથી બળજબરીથી છોડાવવાના ગુન્હામાં છ આરોપીઓને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૭ ઓક્ટોબર ૨૨ જામનગર મહાનગર પાલિકા દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાછળ આવેલ ગોલ્ડન સીટી સોનલ નગર પાસે બનાવેલ ઢોર વાડામાં અડધી રાત્રે  લોકોનું ટોળું વાડા ખાતે ઘસી આવ્યું હતું અને દાદાગીરી કરી ઢોર ડબ્બામાં તોડફોડ કરી ગાયું છોડાવી ગયા હતાઆ ચકચારી કેસની હકીકત એવી હતી કે, ધરાનગર પાવરહાઉસ પાસે આવેલા મહાનગર પાલિકાના ઢોરના વાળામા જામનગર મહાનગર પાલિકા દ્વારા જપ્ત કરેલા ઢોરોને તેઓના માલિકો દ્વારા છોડાવવા હાથમાં લાકડાના ધોકા સાથે આવીને અગાઉથી કાવતરું રચી, ગેર કાયદેસર મંડળી રચી, ફરજ પર રહેલા ગાર્ડને ધાક-ધમકી આપી બળજબરી કરી સિક્યોરીટી ગાર્ડની રજામંદી વગર ફરજ પર રહેલા માણસોને ધક્કો મારી ગુનાહિત અપ પ્રવેશ કરીને વાડામાં જપ્ત કરેલા ૩૧૬ ઢોર માંથી ૧૬૨ ઢોર બળજબરીથી છોડાવી લઇ જઈ ગુનો કરેલ હોય જેથી ત્યાં ફરજ પર રહેલા સિક્યોરીટી ગાર્ડ દ્વારા ઢોર માલિકો સામે જામ, સીટી “સી” ડીવી. પોલીસ સ્ટેશનમાં IPCની કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૩૮૫, ૩૮૬, ૪૫૫, ૧૨૦(બી) તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫(૧) વિ. મુજબની ચાર નામજોગ તથા અન્ય અગિયાર અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતીપોલીસ દ્વારા આ કામની તપાસ કરવામાં આવેલ અને સદરહું ગુન્હામાં પોલીસ દ્વારા અન્ય અગિયાર ઈસમો પૈકી (૧) પ્રધ્યુમનસિંહ ઉર્ફે પદુભા પ્રેમભા ઝાલા, (ર) સાગર મકનભાઈ પરમાર, (૩) વિરેન્દ્રસિંહ ઉર્ફે સંભુ દલપતસિંહ ગોહિલ, (૪) વિજયભાઈ કરસનભાઈ જોગસવા, (૫) વિજયભાઈ ડાયાભાઈ રતાડીયા, (૬) રવિભાઈ રાજુભાઈ ગમારાની ધડપકડ કરવામાં આવેલી હતી.

ત્યાર બાદ તેઓ દ્વારા જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન ઉપર મુક્ત થવા તેમના વકીલ મારફત જામીન ઉપર મુક્ત થવા અરજી દાખલ કરેલ, જેમાં આરોપીના વકીલઓની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર શેસન્સ કોર્ટે છ આરોપીઓને ન્યાયના હિતમાં જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલો હતો.ઉપરોક્ત કામે આરોપીઓ તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, નિરલ પી. ઝાલા , હરપાલસિંહ પી. ઝાલા, સત્યજીતસિંહ પી. જાડેજા રોકાયેલા હતા.