જામનગર ચર્ચાસ્પદ આત્મવિલોપન પ્રકરણમાં કોંગી પ્રમુખને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ: જુવો જેલ બહારના દ્રશ્યો.
- જામનગરમાં કલેક્ટર કચેરી બહાર આત્મવિલોપન ના પ્રયાસ મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાને સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા.
- ઉલ્લેખનીય છે કે મહામંત્રી પાર્થ પટેલના જામીન તા.૨૦ ના રોજ મંજુર થયા હતા તે બાદ આજરોજ પ્રમુખના જામીન મંજૂર થયા હતા.
- કોંગ્રેસ પ્રમુખ તેમજ મહામંત્રી વિરૂદ્ધ પોલીસને જીવતી સળગાવી દેવા અને ગાડી માથે ચડાવી દેવા બાબતે ગુનો નોંધાયો હતો.
- જિલ્લા જેલમાંથી બહાર નિકળતી વેળાએ વિપક્ષ નેતા, કોર્પોરેટર તથા લીગલ સેલના વકીલગણ, કોંગી કાર્યકરોએ દિગુભા જાડેજાના હારતોરા કર્યાં હતા.
દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩ ઓગસ્ટ ૨૨ જામનગર સહિત ગુજરાતભરમાં ચચાસ્પદ બનેલા આત્મવિલોપન કાંડમાં જામનગર કોંગી પ્રમુખને સેસન્સ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા ગત તારીખ ૬ ઓગસ્ટના રોજ જામનગર કલેકટર કચેરી ખાતે મુખ્યમંત્રીની બેઠક ચાલતી હતી અને બહાર શહેર કોંગી પ્રમુખ દિગુભા જાડેજા અને મહામંત્રી પાર્થ પટેલ દ્વારા આત્મવિલોપન નો પ્રયાસ કરવા મામલે દિગુભા જાડેજા અને પાર્થ પટેલ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો જે બાદ સેશન્સ કોર્ટે અગાઉ પાર્થ પટેલને જામીન પર મુકત કર્યાં હતો. તેમાં આજરોજ સેશન્સ કોર્ટે કોંગી પ્રમુખ દીગુભા જાડેજાને જેને સેશન્સ કોર્ટે જામીન મુક્ત કર્યા હતા કોંગ્રેસ લિગલ સેલ વતી સીનીયર એડવોકેટ દિનેશ વિરાણી, જયેન્દ્રસિંહ એન ઝાલા, શિવરાજસિંહ રાઠોર, આનંદ ગોહિલ, મોસીન ગોરી રોકાયા હતા