જામનગર-જૂનાગઢ ,પોરબંદર – જામખંભાળીયા અને રાજકોટ- પોરબંદર ને જોડતા સાકાર પામનારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ માં આઠ મોટા પુલ અને દસ બાયપાસ બનશે
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૮ એપ્રિલ ૨૫, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા માં પોરબંદર સાથે કનેક્ટેડ નેશનલ હાઇવે નો પ્રોજેક્ટ રૂપીયા ૧૨૭૧.૦૨ કરોડ ના ખર્ચે બનશે,જે અંગે કેન્દ્ર સરકાર ના માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી એ ટ્વીટર ના માધ્યમ થી વિગતો આપી હતી, જેમાં તેઓએ જામનગર ના સંસદસભ્ય પૂનમબેન માડમ ને ટેગ કર્યા હતા.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓને આ રીતે કેન્દ્ર સરકાર ની રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના અંતર્ગત નેશનલ હાઇવે મળનારા હોઇ, ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય માર્ગ પરીવહન મંત્રી નિતિન ગડકરી નો આભાર વ્યક્ત કર્યો છે. હાલાર-પોરબંદર-રાજકોટ – જુનાગઢ ને જોડતા નેશનલ હાઇવે થી યાતાયાતને ઘણો ફાયદો થશે અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા ના લગત જિલ્લા ને જોડતા પરીવહન વધુ સુગમ બનશે એમ પણ સંસદસભ્ય પૂનમબેન માડમ એ ઉમેર્યું છે.