જામનગર સાત રસ્તાથી ગુરદ્વારા સુધીનો રોડ ડોઢ માસ માટે બંધ

0
4051

જામનગરમાં સાત રસ્તાથી ગુરુદ્વાર સર્કલ સુધી જંકશન સુધીનો રોડ ૬ જુલાઈ થી ૨૨ ઓગસ્ટ સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે

  • ફલાય ઓવર બ્રિજ ના કામ માટે જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૩ જુલાઈ ૨૪, જામનગર મા સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધી ના માર્ગ પર ચાલતા ઓવરબ્રિજના કામમાં જરૂરી કામગીરી કરવામાં આવનાર હોવાથી તારીખ ૬ જુલાઈ થી ૨૩ ઓગસ્ટ સુધી સાત રસ્તા થી ગુરુદ્વારા સુધી નો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવા મા આવનાર છે. આ માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર મહાનગપાલિકાની હદમાં સાત રસ્તા થી સુભાષ બ્રિજ સુધી ના માર્ગ પર ફોર લેન એલીવેટેડ ફ્લાયઓવર બ્રીજ બનાવવા ની કામગીરી અંતર્ગત સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વારા જંકશન સુધી જાડા બિલ્ડીંગ થી ગુરુદ્વારા સર્કલ તરફ સર્વિસ રોડ, ગુરુદ્વારા જંકશન પરનો ઓબ્લીગેટરી સ્પાનનો સ્લેબ. સાત રસ્તા સર્કલથી ડો. તકવાણી હોસ્પિટલ સુધી લેફ્ટ સાઈડના કનેકટીંગ સ્લેબ, સેન્ટરના ભાગના પિયર કેપ ની કામગીરી અનુસંધાને સાત રસ્તા સર્કલ થી ગુરુદ્વારા જંકશન સુધીનો રોડ સલામતીના ભાગરૂપે તેમજ અકસ્માત નિવારવાના હેતુથી તા.૦૬/૦૭/૨૦૨૪ થી ૨૩/૦૮/૨૦૨૪ સુધીના સમયગાળા દરમ્યાન તમામ વાહન વ્યવહાર બંધ રાખવા મા આવશે.

આ માટે મ્યુનિ કમિશનર દ્વારા આજે જાહેરનામુ બહાર પાડવા મા આવ્યું છે. જે કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તેની સામે બી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ ની કલમ – ૩૯૨ અનુસાર દંડ ની કાર્યવાહી કરવામાં આવશે.

ટુ વ્હીલર તથા તમામ પ્રકારના નાના વાહનો માટે ની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.જેમા સાત રસ્તા સકલ તરફ થી ગુરુદ્વારા જંકશન તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે, જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે વાલ્કેશ્વરી નગરી આદર્શ હોસ્પિટલ વાળા રોડ થી વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – ૨ અને ફેઈઝ – ૩ ના તમામ રસ્તાઓ, મંગલબાગ અને સ્વસ્તિક સોસાયટી થી જી.જી. હોસ્પિટલ તરફનો રોડ તથા વાલ્કેશ્વરી નગરી ફેઇઝ – ૩

નંદ ટ્રાવેલ્સ તરફના રસ્તાઓ ખુલ્લા રહેશે. આમ, સાત રસ્તા થી ગુરુદ્વારા તરફ જતા વાલ્કેશ્વરી નગરીના તમામ આંતરિક રસ્તાઓનો ઉપયોગ ચાલુ રહેશે. તેમજ ગુરુદ્વારા જંકશન તરફ થી સાત રસ્તા સર્કલ તરફ જવાનો મુખ્ય માર્ગ બંધ રહેશે. જેની વૈકલ્પિક વ્યવસ્થા માટે ગુરુદ્વારા જંકશન થી લાલ બંગલા સર્કલ થઈ સાત રસ્તા સકલ તરફનો માર્ગ ખુલ્લો રહેશે. તેમજ ગુરુદ્વારા જંકશન થી નંદ ટ્રાવેલ્સ સુધી નો રસ્તો પણ ખુલ્લો રહેશે.અને લાલ બંગલા સર્કલ થી દાંડિયા હનુમાન/જી.જી. હોસ્પિટલ તરફનો રસ્તો ગુરુદ્વારા જંકશન ના બંને તરફ ના ઓબ્લીગેટરી સ્પાન પાસે ના ખુલ્લા રસ્તા પર થી આવક-જાવક ચાલુ રહેશે.

ભારે વાહનો માટેની વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે સાત રસ્તા સર્કલ થી લાલ બંગલો સર્કલ થઇ ટાઉનહોલ થઇ તીનબત્તી સકલ થઇ કે.વી રોડ પર થી સુભાષબ્રીજ પર જઈ શકાશે.અને સુભાષબ્રીજ થી ત્રણ દરવાજા સર્કલ થઇ ટાઉનહોલ થઈ લાલબંગલા સર્કલ થઈ સાત રસ્તા સર્કલ જઈ શકાશે.