જામનગર પોલિસ સામે રૌફ જમાવો ભારે પડ્યો : નિકુંજ પટેલ ”બકરી” બની ગયો

0
4963

મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારી તરીકે ખોટી ઓળખ આપી પોલીસ સામે સીન સોપાટા ભારે પડ્યા

  • જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પકડેલા આરોપીને છોડી મૂકવા મુખ્યમંત્રી કાર્યાલયનાં અધિકારી તરીકે પોલીસને ફોન કરનાર નિકુંજ પટેલ અમદાવાદથી દબોચી લેવાયો
  • ફ્રોડ કંપની ઉભી કરીને ઇન્વેસ્ટમેન્ટના નામે અંદાજે ૧૦૦ કરોડના ફ્રોડના ગુનાનો જામનગરની સાયબર ક્રાઈમ પોલીસે પર્દાફાસ કરી સુરતથી ગેંગના માસ્ટર માઇન્ડને ઝડપી લીધા હતો
  • જામનગર એસપીને મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીની ખોટી ઓળખ આપીને આરોપીને છોડી મુકવા ભલામણ કરનાર શખસ સામે પોલીસે ગુનો નોંધીને અમદાવાદથી ધરપકડ કરી છે.

દેશ દેવી ન્યુઝ ૧૩ ઓગસ્ટ ૨૩ જામનગરના એક આસામી સાથે ૩.૯ લાખ ઉપરાંતના થયેલા ક્રોડમાં પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યો છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં ફ્રોડ કંપની ઉભી કરીને ઇન્વેસ્ટના નામે કરોડોનું ચીટીંગ કરતી ગેંગનો જામનગર સાયબર ક્રાઇમ પોલીસે પર્દાફામ કર્યાં છે અને ગેંગના માસ્ટર માઈન્ડ ધરાવતા ૨૩ વર્ષિય આમીર ઉર્ફે અરમાન અસલમ ગરાણાની સુરતથી ઝડપી લીધો છે અને ૬ દિવસના રીમાન્ડ પર લઈને પુછપરછ કરવામાં આવી રહીછે. આ દરમ્યાન ગત તા.૧૦ ના રોજ જામનગર એસ.પી.પ્રેમસુખ ડેલુના સરકારી નબર ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી તરીકે ઓળખ આપીને પોતાનું નામ નિકુંજ પટેલ હોવાનું જાવ્યું હતું અને આરોપી આમીર ગરાણાને છોડી મુકવા અને તેની સાથે વાત કરાવવા માટે ભલામણ કરી હતી. જેથી એસ.પી.એ અમારે ત્યા આવી કોઈ આરોપી છે કે, કેમ તે તપાસ કરાવી લેવાની વાત કરી હતી.

જે બાદ જે નંબર ઉપરથી કોલ આવ્યો હતો. તે કોલના આધારે સી.એમ કાર્યાલયમાં તપાસ કરાવતા નિકુંજ પટેલ નામનો કોઇ અધિકારી ન હોવાનું જણાવ્યું હતું. જેથી જામનગર એલસીબીની ટીમ ત્વરીત હરકતમાં આવી ગઈ હતી અને તે નંબરના આધારે અમદાવાદથી નિકુંજ અરવિંદભાઈ પટેલને ઝડપી લીધો હતો. તેની સામે LCBના ASI ભરતભાઈ પટેલએ ફરિયાદ નોંધાવીને ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે સીટી- એ ડિવિઝનને સોંપી દીધો છે. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર જાગી છે.