કરણી સેનાનાં રાષ્ટ્રીય અઘ્યક્ષની હત્યા મામલે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન

0
1271

કરણી સેના નાં રાષ્ટ્રીય અઘ્યક્ષ ની હત્યા મામલે જામનગરમાં વિરોધ પ્રદર્શન

  • જામનગરમાં કરણી સેના, રાજપૂત સંગઠન ટ્રસ્ટ’ રાજપૂત સંઘ તથા ક્ષત્રિય રાજપૂત ડોકટર્સ ઓર્ગે. દ્વારા નિષ્પક્ષ-કડક કાર્યવાહીની માંગઃ કલેકટરને આવેદન

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૯ ડીસેમ્બર ૨૩, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યા નિપજાવવાના કેસમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે આજે જામનગરમાં ગીરાસદાર રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા આવેેદનપત્ર પાઠવાયું હતું. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહજી ગોગામેડીની જયપુરમાં તા. ૫-૧૨-૨૩ ના હત્યા નિપજાવાઈ હતી.આથી રાજપૂત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.જામનગરમાં ગીરાસદાર રાજપૂત સમાજની આગેવાનીમાં આજે કલેકટરને રજુઆત કરવામાં આવી હતી કે પંજાબ પોલીસ દ્વારા રાજસ્થાન પોલીસને છ માસ પહેલાજ સાવચેત કરવામાં આવ્યા હતાં.ઉપરાંત સુખદેવસિંહએ પણ પોલીસ રક્ષણની માંગ કરી હતી. તથા કરણી સેના દ્વારા પણ આ બાબતે આવેદનો પાઠવાયા હતાંં. છતાં તેમને સુરક્ષા આપવામાં લાપરવાહી દાખવવામાં આવી હતી. આ પ્રકરણમાં લાપરવાહી દાખવનારને સસ્પેન્ડ કરવામાં આવે. તથા કોના ઈશારે રક્ષણ અપાયુ નથી તેની પણ તપાસ કરવામાં આવે. તેમજ હાઈકોર્ટના સીટીંગ જજની અધ્યક્ષતામાં ન્યાયીક તપાસ કરવામાં આવે.દસ માસ પહેલા ભટીંડા જેલમાં સંપત નહેરા સુખદેવસિંહની હત્યાનું કાવત્રુ ઘડી રહ્યો હોય તેની જાણ પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને કરી હતી. આથી સંપત નહેરાનો કબ્જો મેળવી આકરી પુછપરછ કરવામાં આવે જો પૂર્વ સીએમ અને ડીજીપીની સંડોવણી હોય તો તેની ધરપકડ કરી પુછપરછ કરવામાં આવે, એનએસએ હેઠળ કેસ રજીસ્ટર્ડ કરીને એનઆઈએની પણ તપાસ જરૃરી છે.