રાજકોટ અગ્નકાંડનો રેલો ધ્રોલ પહોચ્યો : ગેમઝોન સીલ

0
4026

રાજકોટ ગેમજોન દુર્ઘટના ના પડઘા ધ્રોલ સુધી પડ્યા : ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોન ને ફાયર ઓફિસર દ્વારા સીલ કરાવાયું

  • ફાયર એન.ઓ.સી. સહિતની લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ કરાઈ ન હોવાના કારણે ગેમઝોન પર ફાયર ઓફીસર દ્વારા સીલ લગાવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯, મે ૨૪ જામનગર શહેર અને જિલ્લામાં રાજ્ય સરકારના નિર્દેશ અનુસાર તમામ પ્રકારના ગેમઝોન માં ચકાસણી થઈ રહી છે, જે દરમિયાન ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલના ગેમઝોનમાં લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાથી ફાયર શાખાના અધિકારી દ્વારા તેના પર સીલ મારવી દેવામાં આવ્યા છે.

રાજકોટ ગેમઝોન ની દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરના તમામ ગેમઝોન માં ચકાસણી કરવા માટેના આદેશો અપાયા છે, તે આદેશ અનુસાર કાલાવડના ફાયર વિભાગના અધિકારી એમ.ડી. પરમાર, કે જે સમગ્ર જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનો હવાલો સંભાળે છે. તેઓ દ્વારા જુદા જુદા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલી આશીર્વાદ હોટલ ના ગેમઝોન માં તપાસણી કરવામાં આવી હતી.

જેના સંચાલક હર્ષદભાઈ પટેલ નું નિવેદન નોંધવામાં આવ્યું હતું, અને ફાયર વિભાગ સહિતની જુદી જુદી એનઓસી બાબતની તપાસણી કરતાં એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ ન હોવાના કારણે ફાયર ઓફિસર એમ.ડી. પરમાર દ્વારા ગેમઝોન ને સિલ મારી દેવામાં આવ્યું છે, અને લાયસન્સ ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ગેમઝોનને શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે.